
સુરત, 13 જુલાઈ : મહાભારતના એક એક પાત્ર અદભુત છે.એમાંય કુંતીપુત્ર દાનેશ્વરી કર્ણનું પાત્ર એટલે એક એવું પાત્ર કે જેણે જીવનભર દુઃખ સહન કર્યું પણ તેમ છતાં પોતાના જીવન મૂલ્યો સાથે સમાધાન ન કર્યું. આવા મહાન દાનેશ્વરી કર્ણનો સૂર્યપુત્રી તાપી તટે વસેલા સુર્યપુર એટલે કે હાલના સુરત નામથી જાણીતા શહેર સાથે સીધો જ સંબંધ છે. સુરતમાં તાપી નદીના કિનારે 5 હજાર વર્ષ પહેલાં એટલે કે લગભગ દ્વાપર યુગના સમયનું આ ત્રણ પાનના વડનું વૃક્ષ અશ્વિનીકુમાર રોડ પર આવેલું છે.વર્ષોથી આ વડને ત્રણ પાન થાય છે. ચોથું પર્ણ આવે એટલે એક પાન જાતે જ ખરી જાય છે.દરેક ને એવું લાગે કે વૃક્ષ છે એટલે તેની ઊચાઇ 10-20 ફૂટ હશે…પરંતુ તેની ઊંચાઈ વર્ષોથી માત્ર દોઢ ફુટ જેટલી જ છે.યુદ્ધ દરમિયાન જ્યારે કર્ણ અર્જુનના તીરથી ઘાયલ થયા હતા ત્યારે તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે એમની અંતિમ ઈચ્છા કહી હતી. કર્ણની અંતિમ ઈચ્છા એ હતી કે તે એક કુવારીમાંનો દીકરો હોવાથી તેની અંતિમવિધિ પણ એક કુવારી જગ્યા પર જ કરવામાં આવે.

કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે દાનવીર કર્ણ ધાયલ થઈને પડયા હતા. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કરવાની પરીક્ષા લેવાનું મન થયું.કર્ણ દાનવીર હતા. જિંદગીભર એમને સોનાનું દાન કર્યું હતું. એટલે કૃષ્ણ ભગવાને સાધુ રૂપ ધારણ કરીને કંઈપણ સોનાનું દાન આપવા માટે કહ્યું. ત્યારે કર્ણ અંગ ઉપર એક પણ સોનું ન હતું. પરંતુ તેમનો એક દાંત સોનાનો હતો. તે કાઢીને દાન સ્વીકારવા માટે કહ્યું.ભગવાનને પરીક્ષા લેવાનું મન થયું. એટલે તેમને કહ્યું કે આ દાંત તારા લોહી વાળો છે. માટે અશુધ્ધ છે તેથી હું આને સ્વીકારી શકું નહીં. તારે કર્ણ એ સૂતા સૂતા જ ભૂમિ પર તીર મારીને ગંગાજી ઉત્પન્ન કર્યા. અને તે દાંત ધોઈને ભગવાન કૃષ્ણ ને આપ્યો.કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈને કર્ણને કઈ માંગવાનું કહ્યું. ત્યારે કર્ણએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે કુવારી મા નો દીકરો છું તેથી મારી ઈચ્છા છે કે મારા અંતિમ સંસ્કાર પાંડવ એક ભાઈ તરીકે કુવારી ભૂમિ પર કરે.સુરતમાં તાપી નદીના કાંઠે અશ્વિનકુમાર નામની આ ભૂમિને કુવારી ભૂમી કહેવામાં આવે છે. આ ભૂમિને સાક્ષી તરીકે શ્રીકૃષ્ણ ભગવાનને આ ત્રણ પાનના વડ વરદાન તરીકે આપ્યું હતું.દાનેશ્વરી કર્ણ પણ સૂર્યના જ પુત્ર હતા.ત્યારે સૂર્યપુત્રી તાપી મૈયા, સૂર્યપૂર એટલે કે સુરત સાથેનો અનેરો સંયોગ ખરેખર અદભુત છે ..આ ત્રણ પાનના વડના સૌએ એક વાર તો દર્શન કરવા જ જોઈએ ..

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત