
સુરત, 15 જુલાઈ : સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પાણી ભરાવાને કારણે બારડોલી તાલુકાના 10 રસ્તાઓ બંધ કરાયા છે. આ રસ્તાઓ પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હોવાથી વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેર જનતાને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
બંધ કરાયેલા રસ્તાઓમાં (1) ઉતારા,વધવા,કરચકા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ કરચકા મઢી વાત્સલ્યધામનો ઉપયોગ કરવો. (2) વાંકાનેર પારડી વાલોડ રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ વાંકાનેર અલ્લુથી મહુવા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરવો. (3) જૂની કીકવાડ ગભેણી ફળિયા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ નેશનલ હાઈવે ૫૩ નો ઉપયોગ કરવો. (4) સુરાલી ધારીયા ઓવારા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો. (5) સુરાલી કોતમુંડાથી બેલધા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો. (6) સુરાલી ગામે સવિજનકાભાઈના ઘરથી ધારીયા કોઝવે રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સુરાલી કોતમુડા રોડનો ઉપયોગ કરવો. (7) ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ સ્ટેટ હાઈવે 165, મોતા અકોટી ઓરગામ સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરવો. (8) ખોજ પારડી વાઘેચા જોઈનીંગ સ્ટેટ હાઈવે 165 રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ બારડોલી કડોદ રોડ, સ્ટેટ હાઈવે 167 નો ઉપયોગ કરવો. (9) ખોજ પારડીથી વાઘેચા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ સ્ટેટ હાઈવે 167નો ઉપયોગ કરવો. (10) ટીમ્બરવા કરચવા રોડ બંધ હોવાથી વૈકલ્પિક રોડ તેન અસ્તાન પલસોદ ખોજ રોડનો ઉપયોગ કરવા જાહેર જનતાને અનુરોધ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત