સુરત, 15 જુલાઈ : નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર પહોચી છે ત્યારે રાજય સરકારે નુકશાનીના સર્વે તેમજ અસરગ્રસ્તોને તમામ સહાય સમયસર મળી રહે તે માટે સુરતના 4 અને ભરૂચના 1 મળી કુલ 5 અધિકારીઓને નવસારી જિલ્લામાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો છે. મહેસુલ વિભાગના નાયબ સચિવની સહીની પ્રસિધ્ધ થયેલા હુકમ અનુસાર ભરૂચ જિલ્લાના જી.આઈ.ડી.સી.ના ખાસ જમીન સંપાદન અધિકારી ડો.વાય.એમ.શેખ, સુરત જિલ્લાના ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-4ના કે.આર.પટેલ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી-1 આર.બી.ભોગાયતા, જમીન સંપાદન યુનિટ-2ના જી.આઈ.ડી.સી.ના એચ.એ.પટેલ તથા પ્રાદેશિક તાલીમ કેન્દ્રના નાયબ નિયામક કે.એસ.પટેલેને રાહત કામગીરી માટે નવસારી જિલ્લામાં 19મી જુલાઈ સુધી ખાસ ફરજ માટે નિયુકત કરવામાં આવ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત