
સુરત, 17 જુલાઈ : આજે વરસાદે આંશિક વિરામ લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી. ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ તેમજ જંતુનાશક દવા છંટકાવની કામગીરી પાલિકા કર્મીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.શહેરના વિવિધ ઝોનમાં આજે સવારથી જ મનપા દ્વારા ત્વરિત ગતિએ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકાએ વરસાદથી નુકસાન પામેલા શહેરના માર્ગોના રિ-સરફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત