
સુરત, 17 જુલાઈ : નવી દિલ્હી યુથ કોંગ્રેસના સેન્ટ્રલ હેડક્વાર્ટરથી મીડિયા વિભાગના રાષ્ટ્રીય પ્રભારી રાહુલ રાવે ગુજરાતના જિલ્લા મીડિયા કોઓર્ડીનેટરોની નિમણૂક કરી હતી.જે અંતર્ગત ફૈશલ રંગુનીને સુરત શહેર મીડિયા કોઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મીડિયાના મોરચે ભાજપને ટક્કર આપવા માટે યુથ કોંગ્રેસ પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમને ચુસ્ત અને સબળ બનાવવા ઉપર કામ કરી રહી છે, આ તબક્કે મીડિયા સાથે કોર્ડીનેશન સુગમ અને મજબૂત બનાવવા માટે આ નિમણૂકો કરવામાં આવી છે. આ પ્રસંગે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનોએ ફૈશલ રંગુનીની નિમણૂંકને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત