
સુરત, 18 જુલાઈ : સુરતની સરકારી શાળામાં જઘન્ય ગુનાની માહિતી ઘણા સમયથી વહીવટી તંત્ર ને આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઇ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો હતો કે જિલ્લા બાળ સુરક્ષા આયોગ ને પણ આ અંગે જાણ કરવામાં આવે અને સરકાર પર દબાણ કરવામાં આવે જેથી વહેલી તકે ગુનેગાર આચાર્ય સામે કડક પગલાં લેવામાં આવે. જેના કારણે આજે આમ આદમી પાર્ટી ના નેશનલ કાઉન્સિલ મેમ્બર રાકેશ હિરપરા ની આગેવાનીમાં આમ આદમી પાર્ટી મહિલા વિંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ને પૂરા પુરાવા સાથે ફરિયાદ કરી છે.

ત્રણ દિવસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે આ સરકારી શાળામાં આચાર્ય દ્વારા બાળકોનું યૌન શોષણ કરવામાં આવે છે. સૌથી મોટી વાત તો એ છે કે પીડિત બાળકના માતા-પિતા આ ઘટના અંગે 3 મહિનાથી મદદ માટે આજીજી કરી રહ્યા છે અને આ માટે તેઓ ગાંધીનગર માં ભાજપ ના કમલમ કાર્યાલય સુધી અનેક વખત ધક્કા ખાઈ ચૂક્યા છે પરંતુ કોઈએ તેમને ન્યાય આપવા માટેના કોઈપણ પગલાં ભર્યા નથી.

અગાઉ શનિવાર, 16 જુલાઈ ના રોજ કમિશનર સાથેની બેઠકમાં તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે “નગર પાલિકા સમિતિ અથવા માતા પિતા ફરિયાદી બનશે ત્યારે જ અમે ફરિયાદ નોંધાવીશું. જો રાકેશ હિરપરા અથવા આમ આદમી પાર્ટી ફરિયાદી બનવા માંગશે તો અમે ફરિયાદ નોંધી શકશું નહિ.પરંતુ આમ આદમી પાર્ટી પીડિતાના પરિવાર સાથે છે અને અમે તમામ પ્રયાસ કરીશું કે હૈવાન આચાર્યને સખતમાં સખત સજા મળે અને પીડિત બાળક ને ન્યાય મળે. અમે કમિશ્નરને આવેદન પણ આપ્યું હતું પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પ્રગતિ દેખાતી નથી. છતાંય અમે આશા રાખીએ છીએ કે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આ મુદ્દાને ધ્યાને લેવામાં આવશે અને સરકાર પર દબાણ કરવામાં આવશે કે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બાળકને ન્યાય આપવામાં આવે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત