મુખ્યમંત્રીએ રાજ્યના 3 શહેરોની 4 ટીપી સ્કીમને મંજૂરી આપી : સુરતમાં 2100 EWS આવાસ બનશે

સ્થાનિક
Spread the love

ગાંધીનગર, 18 જુલાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના 3 શહેરોની 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ, અને જુનાગઢની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે.આ ઉપરાંત તેમણે સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં-40 ડિંડોલી પણ મંજૂર કરી છે.મુખ્યમંત્રીએ અમદાવાદની મંજુર કરેલી બે ટીપી સ્કીમમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં.80 (વટવા-6) અને ઔડા અંતર્ગત ડ્રાફટ ટીપી સ્કીમ નં.426 (કઠવાડા) તેમજ એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં.10 (શાપુર)નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ 40 ડિંડોલીને પરિણામે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ માટે આશરે 2.40 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ જમીન પર 2100 EWS આવાસો બની શકશે.સુરતની આ પ્રારંભિક ટી.પી સ્કીમમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 0.68 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 7.42 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 1.99 હેક્ટર્સ જમીન સાથે આ પ્રારંભિક ટી.પી માં કુલ મળીને આશરે 12.51 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફટ TP સ્કીમ નં. 10 (શાપુર)માં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે 6.75 હેકટર્સ જમીન મળતા આશરે 6000 જેટલા આવાસો બનાવી શકાશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 7.76 હેકટર્સ, જાહેર સુવિધા માટે 7.36 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 16.93 હેક્ટર્સ જમીન મળી કુલ આશરે 39.82 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂરી આપતાં ગુજરાતના શહેરોનો સુનિયોજીત વિકાસ સુનિશ્ચિત થયો છે તથા નગરો મહાનગરોમાં ઇઝ ઓફ લીવીંગ વધુ સરળ બન્યું છે.અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફટ TP સ્કીમ નં. 426 (કઠવાડા) માં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે 3.69 હેકટર્સ જમીન મળતા આશરે 3300 જેટલા આવાસો બનાવી શકાશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 0.94 હેકટર્સ, જાહેર સુવિધા માટે 0.92 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 5.74 હેકટર્સ જમીન મળી કુલ આશરે 11.81 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.અમદાવાદની બેય ટી.પી માં કુલ 7100 જેટલા EWS આવાસોનું જરૂરતમંદ પરિવારો માટે નિર્માણ થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *