
સુરત, 18 જુલાઈ : સુરત જિલ્લાજ ખેતીવાડી કચેરી તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 31030 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી કરવામાં આવી છે. જેમાં ધાન્યપાકોમાં 7369 હેકટરમાં ડાંગરની, તેલીબિયા પાકોમાં સોયાબીનની 4171 હેકટરમાં અને કઠોળ વર્ગમાં તુવેરનું 3108 હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લાના માંડવી તાલુકામાં ડાંગરનું સૌથી વધુ 2550 હેકટરમાં તથા સોયાબીનનું 1722 હેકટરમાં વાવેતર થયું છે.

જિલ્લામાં 16મી જુલાઈ સુધીમાં 31,030 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લાય ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતના જણાવ્યા અનુસાર જિલ્લાજમાં છેલ્લાણ ત્રણ વર્ષનો સામાન્યો વાવેતર વિસ્તા્ર 1,09,243 હેકટર રહયો છે. તેની સામે અત્યાર સુધીમાં જિલ્લાની 33752 હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થઈ ચુકયું છે. વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ધાન્ય પાકોમાં ડાંગરનું 7369 હેકટર અને જુવાર 2600 હેકટર, મકાઈ 436 હેકટર, સોયાબીન 4171 હેકટર, કપાસ 2220 હેકટર, મગફળી 257 હેકટર, ગુવાર 7 હેકટર, અડદ 111, તુવેર 3108, મગ 93 હેકટર, શાકભાજી 6128 હેકટર અને ઘાસચારાનું 4476 હેકટર મળી કુલ 31030 હેકટર જમીન વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. જયારે અન્ય પાકોમાં 2722 હેકટર તથા કેળા 604 હેકટર, લીલો પડવાશ 2088 હેકટર, પપૈયા 30 હેકટરમાં વાવેતર થયું છે.

આમ જોવા જઈએ તો જિલ્લાના ઓલપાડ તાલુકામાં 4469 હેકટર, ચોર્યાસીમાં 986, કામરેજમાં 932 હેકટર, માંગરોળમાં 8094, બારડોલીમાં 961, માંડવીમાં 7947 હેકટર, ઉમરપાડામાં 4169, મહુવામાં 2458 અને પલસાણા તાલુકામાં 590 હેકટર, સુરત સીટીમાં 424 હેકટર મળી અત્યાર સુધીમાં જિલ્લાેની કુલ 31030 હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત