
સુરત, 18 જુલાઈ : સુરતના ખાંડવાલાની શેરી, વાડી ફળિયા ખાતે આવેલા શ્રી મહારાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના રંભાસ ગામના સરકારી આશ્રમ શાળામાં દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને નોટબુક, છત્રી, બોલપેન, પેન્સિલ સેટ, બેસવાના આસનિયા, સૂકો નાસ્તો, સેનેટરી પેડ, સફાઈના સાધનો સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના અભ્યાસ માટે આ શૈક્ષણિક સામગ્રી અતિ ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ વિજય જરીવાલા, ઉપપ્રમુખ દિપક ચપડિયા, મહામંત્રી સંદીપ ખસી, ખજાનચી પરિતોષ મહારાજવાલા સહિતના કાર્યકર્તાઓ-સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત