
સુરત,18 જુલાઈ : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો રથ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહ્યો છે, ત્યારે આજરોજ માંડવી તાલુકાના ઝાબ ગામે વિકાસ રથનું આગમન થતા સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતા પટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઝાબ પ્રાથમિક શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી વિકાસ યાત્રાના વધામણા કર્યા હતા. આ પ્રસંગે ઝાબ ગામમાં રૂ. 2.50 લાખના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું, તથા સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને મહિલાઓ-બાળકોને પોષણ કીટનું વિતરણ કરાયું હતું.

આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનો વિકાસ રથને આવકારવા પહોંચ્યા હતા. ગુજરાતના 20વર્ષની વિકાસ ગાથા અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી દર્શાવતી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી. આ વેળાએ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોનું તુલસીના છોડ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે સંરપચ લલિતા ગામીત, ડે.સંરપચ ભરત ગામીત, તલાટી કમ મંત્રી અંકિત ગામીત, લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત