
સુરત,19 જુલાઈ : ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં અનેકવિધ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ત્યારે, આગામી 21મી જુલાઈના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી રહ્યા છે.આ અંગે આપ ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21 જુલાઈએ તેઓ ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. આ સાથે ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને ગુજરાત ના રાજ્ય સંગઠન સાથે સમીક્ષા બેઠક પણ કરશે.
આ કાર્યક્રમ માટે અરવિંદ કેજરીવાલ 20 જુલાઈએ રાત્રે 8:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે 21મી જુલાઈના રોજ મીડિયા અને ગુજરાતની જનતાની સામે મોટી જાહેરાત કરશે. અને આ પછી તેઓ સાંજે 4.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.અગાઉ કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે વીજળીના મુદ્દે જનતા સાથે જનસંવાદ કર્યો હતો અને ગુજરાતની જનતા સમક્ષ દિલ્હી મોડલ રજૂ કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની જનતાના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ગુજરાતની જનતાએ પણ તેમના દિલ્હી મોડલના વખાણ કર્યા હતા અને ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા હોવી જોઈએ તેમ જણાવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત