
સુરત,19 જુલાઈ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા 20વર્ષમાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો રથ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં ફરી આજે વાંઝ ગામની પ્રાથમિક શાળા ખાતે પહોંચતા ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે ધારાસભ્ય ઇશ્વર પરમાર સહિતના મહાનુભાવોએ રથના વધામણા કર્યા હતા. તેમજ વાંઝ ગામ ખાતે રૂા.9.94 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ધારાસભ્ય પરમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા 20 વર્ષોમાં દરેકક્ષેત્રે વિકાસના નવા દ્રાર ખુલ્યા છે. તમામ ક્ષેત્રે વિકાસના નવા જ આયામો પ્રસ્થાપિત કર્યા છે. રાજયમાં કૃષિથી માંડીને ઉદ્યોગ, પીવાના પાણીથી માંડીને આંતરમાળખાકીય સવલતો, શિક્ષણથી માંડીને રોજગાર, પરિવહનથી માંડીને પ્રવાસન જેવાં તમામ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તનો આવ્યા છે.

આ પ્રસંગે રાજયના વન વિભાગના અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો.એ.પી સિંગે જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા વર્ષોમાં સાંસ્કૃતિક વન, પવિત્ર વન, નમો વડ વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌ સાથે મળીને વનોનું જતન અને સંવર્ધન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિકાસ રથને આવકાર્યો હતો. છેલ્લા બે દાયકાના વિકાસ અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતીની ગાથા દર્શાવતી ફિલ્મ સૌએ નિહાળી હતી. મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અને મહિલાઓ-બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ વનસંરક્ષક સામાજિક વનીકરણ વિભાગના સચીન ગુપ્તા, જીલ્લા કારોબારી અધ્યક્ષ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કલ્પના વાંઝવાલા, તાલુકા વિકાસ અધિકારી પટેલ, વાંઝ ગામના સરપંચ હિના પટેલ, સરપંચો, પંચાયતમાં ચુંટાયેલ સભ્યો, તેમજ ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત