DLSS અને બાસ્કેટબોલ એકેડેમીમાં પ્રવેશ માટે 24મીએ સુરતના નાનપુરા ખાતે ‘હાઈટહન્ટ’ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 20 જુલાઈ : રાજ્યના રમત ગમત વિભાગ-ગાંધીનગર સંચાલિત બાસ્કેટબોલ એકેડેમી અને DLSS ( ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ)માં ભાઈઓ અને બહેનોના પ્રવેશ માટે 24મી જુલાઈ-2022ના રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા દરમિયાન જીવનભારતી શાળા, ટીમલિયાવાડ, નાનપુરા ખાતે ‘હાઈટહન્ટ’ યોજાશે. જેમાં વિવિધ ઉંમર ધરાવતા ભાઈઓ-બહેનો ભાગ લઈ શકે છે.
ભાગ લેવા માટે 10 વર્ષની વયના ભાઈઓ માટે 148 અને બહેનો માટે 146 સે.મી ઉંચાઈ, 11 વર્ષના ભાઈઓ તેમજ બહેનોની 154 સે.મી. ૧૨ વર્ષના ભાઈઓની 160 અને બહેનોની 161, 13 વર્ષના ભાઈઓની 165 અને બહેનોની 166સે.મી, 14 વર્ષના ભાઈઓની 173 અને બહેનોની 171 સે.મી. 15 વર્ષના ભાઈઓની180 અને બહેનોની 173 સે.મી. 16 વર્ષના ભાઈઓની 186 અને બહેનોની 174 સે.મી., 17 વર્ષના ભાઈઓની 188 અને બહેનોની 174 સે.મી. 18 વર્ષના ભાઈઓની 190 અને બહેનોની 175 સે.મી. તેમજ 19 વર્ષના ભાઈઓની 190 સે.મી. થી ઉપર અને બહેનોની 175 સે.મી.થી ઉપરની ઉંચાઈ ધરાવતા હોય તો તેઓ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. જે માટે પ્રતિક દાલીયાનો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *