ગુજરાતના દરેક ઘરને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે : કેજરીવાલ

સ્થાનિક
Spread the love

સુરત, 21 જુલાઈ : આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20 જુલાઈ ની રાત્રે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન પ્રમુખ કિશોર દેસાઈ અને સાથી નેતાઓ તથા કાર્યકરો એ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાત્રે કેજરીવાલએ રાજ્યના નેતાઓ સાથે સંગઠન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.ત્યારબાદ આજે 21મી જુલાઇ એ બપોરે 1 વાગે અરવિંદ કેજરીવાલ સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ હોલ (કતારગામ) પહોંચ્યા અને ગુજરાત ની જનતા ને ભેટ સ્વરૂપે સરકાર બન્યા બાદ ની પ્રથમ ગેરંટી જાહેર કરતા કેજરીવાલએ કહ્યું કે, છેલ્લા 2 મહિના થી ઘણી વાર ગુજરાત આવવાનો મોકો મળ્યો છે. અને દરેક વખતે મને ગુજરાત ની જનતા તરફથી સહર્ષ પ્રેમ મળ્યો છે તે બદલ હું ગુજરાતની જનતા નો આભારી છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષ થઇ ગયા છે એક જ પાર્ટી ને શાસન કરતા કરતા, 27 વર્ષ સુધી શાસન માં રહેતા ભાજપ ને ઘમંડ આવી ગયો છે, હવે ભાજપ પાસે કોઈ નવા આઈડિયા પણ નથી બચ્યા કે હવે શું કરવાનું છે, તેમને જે કંઈ કરવાનું હતું તે કરીને જ બેઠા છે. પરંતુ, હવે ગુજરાત બદલાવ માંગે છે. પાછલા ઘણા મહિનાઓથી ગુજરાત આવા જવાનું થયું છે, લોકો ને મળવાનું થયું છે, લોકોની સમસ્યાઓ સાંભળી છે, ગુજરાત ની જનતા નો અવાજ સાંભળ્યા બાદ અમને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વીજળી ખુબ જ મોંઘી છે. અહીંયા લોકો મોંઘા વીજળી ના બિલ થી વધુ પરેશાન છે. દિવસે ને દિવસે બસ મોંઘવારી વધતી જાય છે, પરંતુ કોઈ નું વેતન વધતું નથી. ગુજરાતમાં લોકોને ઘર ચલાવવું અઘરું થઈ ગયું છે, આ બધી મોંઘવારી વચ્ચે લોકો માટે સૌથી વધારે અઘરા છે વીજળી ના વધતા ભાવ. ગુજરાત ના લોકો એ મને કહ્યું કે દિલ્હી માં વીજળી મફત છે, હમણાં 1 જુલાઈ થી સરકાર બન્યા ના ફક્ત 3 મહિના માં જ પંજાબ માં પણ વીજળી મફત થઈ ગઈ છે, હવે અમને ગુજરાત માં પણ વીજળી મફત જોઈએ છે. ગુજરાત ની જનતા નું માન રાખતા, તેમની સૌથી મોટી સમસ્યા સાંભળતા અમે પહેલી ગેરેંટી વીજળી ના મુદ્દે લઈને આવ્યા છે.

ઘણી બધી પાર્ટી ઓ આવે છે અને કહે છે કે અમારો મેનીફેસ્ટો છે, અમારું સંકલ્પ પત્ર છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ જનતા માટે કંઈ કરતુ નથી, સંકલ્પ પત્ર ક્યાંય કચરાના ડબ્બા માં જોવા મળે છે, પાર્ટી એ કરેલા વાયદાઓ વિશે પૂછીએ તો તેઓ કહે છે કે એ તો ફક્ત ચૂંટણી માટે નો જુમલો હતો. પરંતુ અમને મત રાજનીતિ કરતા નથી આવડતી, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ, અમે જે અંદર છીએ એ જ બહાર છીએ એટલે જ ગુજરાત ની જનતા માટે ગેરેંટી લઈને આવ્યા છીએ. જેમ કોઈ સામાન ની ગેરેંટી હોય અને તે ખરાબ નીકળે તો પૈસા પાછા મળે એમ જ જો અમારી આમ આદમી પાર્ટી ની સરકાર જનતાને આપેલી ગેરેંટી પુરી ના કરે તો તમે બીજી વાર મત ના આપતા.

કેજરીવાલએ આગળ કહ્યું કે, વીજળી ની ગેરેંટી ફક્ત વાયદાઓ નથી, આ એ સત્ય છે જે અમે દિલ્હી અને પંજાબ માં કરી બતાવ્યું છે. આ એ વાયદા ઓ છે જે કરી બતાવ્યા છે, કરતા આવડે છે અને કરવાની નિયત છે. વીજળી પર ની પ્રથમ ગેરેંટી ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બન્યા બાદ ના ફક્ત 3 મહિના ની અંદર જ પુરી કરવામાં આવશે. આખી દુનિયામાં આજ સુધી 24 કલાક અને મફત વીજળી કોઈએ કરી નથી, બીજા કોઈ નેતા ને આ વ્યવસ્થા કરતા આવડતું નથી, ઈશ્વરે આ વિદ્યા માત્ર મને જ આપી છે, ફક્ત મારી પાસે આ જાદુ છે.ઘણા બધા એવા લોકો છે જેના ખોટા વીજળી ના બિલ આવેલા છે, મોટી રકમ હોવાને કારણે તેઓ વીજળી ના બિલ ભરી નથી શકતા, અને બિલ ઓછા કરવા જાય તો ત્યાં પણ તેમની પાસે પૈસા માંગવામાં આવે છે, પરંતુ આ ગેરેંટી આપીને અમે એવી વ્યવસ્થા સ્થાપિત કરવા જઈ રહ્યા છે જેનાથી હવે આ બધા લોકો ચેન થી શ્વાસ લેશે, તેમના બિલ ઓછા કરવાના ધક્કા પુરા થઇ જશે.ગુજરાત ની જનતા ની જેટલી પણ સમસ્યાઓ અમારી સામે આવી છે, તે બધા મુદ્દા પર અમે ગેરેંટી લાવતા રહીશું. જે પ્રમાણે ગુજરાતની જનતા તરફથી પ્રેમ મળી રહ્યો છે, જેવો વિશ્વાસ આમ આદમી પાર્ટી માટે જોવા મળી રહ્યો છે, તે પર થી હું કહી શકું છું કે અમે ગુજરાતમાં ફક્ત સરકાર નહિ બનાવી એ પરંતુ દિલ્હી અને પંજાબ ની જેમ બહુમત થી જીતીને જનતા માટે ગુજરાત માં સરકાર બનાવશું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *