NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુનો વિજય : સુરત ભાજપા કાર્યાલય પર હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી

સ્થાનિક
Spread the love

સુરત : તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્રમોદીના વડપણ હેઠળના NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ કે જેઓ આદિવાસી સમાજમાંથી આવે છે.આ લખાઈ રહ્યું છે ત્યારે તેઓ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા છે.ભારત દેશને તેના પંદરમાં રાષ્ટ્રપતિ તરીકે જયારે પ્રથમ વખત એક આદિવાસી મહિલા મળી રહ્યા છે ત્યારે દેશભરમાં ભાજપા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેમની જીતની ભવ્ય ઉજવણી ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર મુખ્ય કાર્યાલય પંડિત દીનદયાલ ભવન ખાતે ગુરુવારે સાંજે કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં પક્ષના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કાર્યાલય ખાતે ભવ્ય આતીશબાજી કરી એકબીજાનું મ્હોં મીઠું કરાવી હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બપોરે 2 વાગે સાંસદોની મત ગણતરી પૂરી થઈ હતી.તેમાં દ્રોપદી મુર્મુને 540 અને યશંવત સિન્હાને 208 સાંસદોના વોટ મળ્યા હતા.15 વોટ રદ થયા હતા.એટલે કે સાંસદો અને 10 રાજ્યોમાંથી 1886 મતની ગણતરી પૂરી થઈ ચુકી હતી. જેની વેલ્યુ 6 લાખ 73 હજાર 175 છે.NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને અત્યાર સુધીમાં 1349 વોટ મળ્યા છે. જેની કુલ વેલ્યુ 4 લાખ 83 હજાર 299 છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. જેની કુલ વેલ્યુ 1 લાખ 79 હજાર 876 છે. હજી બાકીના રાજ્યોની ગણતરી બાકી છે.મોડી સાંજ સુધીમાં તમામ મતોની ગણતરી પૂર્ણ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને બાદમાં દેશના 15માં રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *