સુરત, 21 જુલાઈ : કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત થનાર 30મા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસને અનુલક્ષીને તા.૨૨મી જુલાઈએ સવારે 8:15 વાગ્યે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, VIP સર્કલ, જગદીશ્વર ફાર્મ, ઉત્રાણ, મોટા વરાછા ખાતે શિક્ષકો/વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાશે, જેમાં સુરતના પૂર્વ વિસ્તારની શાળાઓના પ્રોજેક્ટ અંગેની મુખ્ય થીમ/સબ થીમ, તેની પસંદગી, પ્રોજેક્ટની તૈયારી માટેની પ્રક્રિયા, સમયસૂચિ અને અન્ય અગત્યના મુદ્દાઓ/પ્રશ્નો પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)-ગાંધીનગર દ્વારા સુરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના નેજા હેઠળ શિક્ષકો/વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન/માર્ગદર્શન શિબિર યોજાય છે. શિબિરમાં BIS વિભાગ તરફથી શાળા કક્ષાએ “સ્ટાન્ડર્ડ ક્લબ” ની રચના અને કાર્યક્રમ પ્રવૃત્તિ વિષે પણ માહિતગાર કરવામાં આવશે એમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર જી.એન.કાકડિયાની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત