
સુરત, 22 જુલાઈ : કેન્દ્ર સરકારના યુવા કાર્યકમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર-સુરતની પ્રેરણાથી વૃક્ષો, પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા માટે મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં નાના બાળકો અને યુવાનોએ સાથે મળીને 1000 જેટલા નવા વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આટલી સંખ્યામાં કરવામાં આવેલા આ વૃક્ષારોપણ સૌ કોઈમાં પ્રશંસાને પાત્ર બન્યું હતું. સમાજમાં રહેલી વિવિધ સંસ્થાઓ, એનજીઓ જો આ પ્રકારે વૃક્ષારોપણ પ્રવૃત્તિ કરે તો આ દેશમાં પર્યાવરણને લગતી ઘણી મોટી સમસ્યાનું નિવારણ થઇ શકે. ચોમાસાની ઋતુમાં કરવામાં આવતું વૃક્ષારોપણ વાસ્તવમાં અનેક પ્રકારે યથાર્થ સાબિત થતું હોય છે.

આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, હિરલ ગાંધી, CAC બાળ વિદ્યાલયના ડાયરેક્ટર, સરપંચ કેરૂ પટેલ, અતીશ ચૌહાણ, વિશાલ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત