વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં યુધ્ધના ધોરણે વહીવટી તંત્ર દ્વારા સર્વે અને સફાઇની કામગીરી હાથ ધરવામા આવી

પ્રાદેશિક
Spread the love

નવસારી, 23 જુલાઈ : તાજેતરમાં નવસારી ખાતે ઉદ્ભવેલી ભારે વરસાદ એ પુરની પરિસ્થિતીમાં સ્થાનિક વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે બે અધિક કલેકટરો ગોપાલ બામણીયા, અધિક કલેકટ૨, અને એમ. બી. પ્રજાપતિ, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સૂરત પાંચ નાયબ કલેકટરો વાય એમ. શેખ, કે. આર. પટેલ, આર.બી. ભોગાયતા, એચ.એ. પટેલ, કે.એસ. પટેલ, પ્રભારી સચિવ કે કે નિરાલા , કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી કરી નાગરિકો ને રાહત આપવામાં સફળ રહ્યા હતા.નવસારી વિજલપોર નગરપાલિકામાં ભારે પૂરની પરિસ્થિતીના કારણે ઉદ્ભવેલી રસ્તા રીપેરીગ, સફાઇ, પીવાના પાણી, ગટર જેવી સમસ્યાઓ તથા કેશડોલ અને ઘરવખરી વિતરણ અંગેની જવાબદારી ગોપાલ બામણીયાને સોંપવામાં આવેલ હતી. તેમણે ટીમની સમીક્ષા કરી કેશડોલ અને ઘરવખરીની સહાય ટીમ દ્વારા કેશડોલ અને ઘરવખરીની સહાયની કામગીરી સંપર્ણ પણે ચૂકવી દેવતા અસરગ્રસ્તો માં રાહત થઈ હતી.

વિજલપોર નગરપાલિકા વિસ્તાર માં તુટેલા રસ્તાઓની રીપેરીંગ, પીવાનાં શુધ્ધ પાણી, સફાઇ, ગટરલાઇન અંગેના પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટ તથા નગરપાલિકા વિસ્તારની સરકારી શાળાઓ, આંગણવાડીઓ વગેરેની વિસ્તૃત સમીક્ષા કરી નગરપાલિકાનાં કર્મચારીઓની વોર્ડ વાઇઝ ટીમની રચના કરી સર્વે કરી જેમાં નગરપાલિકા વિસ્તારમાં તુટેલા રસ્તાઓનાં આ રસ્તાઓના ખાડા, પેચવર્ક, લેવલીંગ તથા આખેઆખા રસ્તા નવા માટે કાર્યવાહી થશે.

વિશેષમાં નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઇ તથા નગરપાલિકાનાં પ્રમુખ ગીરીશ શાહ અને નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાઉન્સીલરો અને સંગઠનનાં હોદ્દેદારોએ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સફાઇ અને ગટરની સમસ્યાઓ બાબતે ચર્ચા કરી ઝડપથી નિરાકરણ કરાયું હતું, અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નગરપાલિકાની ટીમ દ્વારા બંદરરોડ, શાંતાદેવી, દશેરા ટેકરી, ગધેવાન, કાછીયાવાડી, હિદાયતનગર, ઘેલખડી વગેરે વિસ્તારોમાં ફેરણી કરીને આ વિસ્તારોનાં નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી અંગે સમીક્ષા કરી હતી તથા ડીવોટરીંગ પમ્પ દ્વારા આ પાણીનો નિકાલ કરવા અંગેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફેરણી દરમ્યાન રાયચંદ રોડ પર આવેલ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાની પણ અધિક કલેકટર અને ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તથા શાળાની આજુ બાજુની ગંદકી અને સાફ સફાઈ કરવા અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપરાંત જુની પ્રાથમિક શાળાનું જર્જરીત બિલ્ડીંગ બિસ્માર હાલતમાં હોય તેને તાત્કાલિક ડીસ્મેન્ટલ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

નગરપાલિકાના કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યો સુચના આપતા ચીફ ઓફીસર જે. યુ. વસાવા દ્વારા વોર્ડ વાર ટીમોની રચના કરી રસ્તા રીપેરીંગ અંગેની વિગતો, પીવાના પાણી દુષિત કે ડહોળા આવવાની સમસ્યાઓ, ગટરલાઇન ઉભરાવવાની કે ચોકઅપ થવાની સમસ્યાઓ, રસ્તાઓ પણ કચરાઓની સાફ સફાઇ, સેનીટેશન, દવાઓનો છંટકાવ, ભારે વરસાદનાં કારણે નમી પડેલા કે પડેલા વૃક્ષોન ટ્રીમ્પંગ અને નિકાલ વગેરે માટે ટીમોની રચના કરી બે દિવસમાં નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સર્વેની કામગીરી પણ કરવામાં આવેલ છે. આ થયેલ સર્વેના આધારે નગરપાલિકાના સબંધિત વિભાગને આ સમસ્યાઓનો નિકાલ કરવાની જેનો અમલ શરૂ થઇ ગયેલ છે અને આગામી સાત દિવસમાં આ તમામ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે તે મુજબનું આયોજન પણ ગોઠવવામાં આવેલ છે. જે વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી જતું હોય તેની ફરિયાદો દુષિત પાણી જતુ હોય ફરિયાદો મળ્યેથી એ વિસ્તારમાં ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવાની વ્યવસ્થા નગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ છે. તથા ષિત પાણી અને ઓછા પ્રેશરથી જતા પાણીની સમસ્યાનો નિકાલ થશે.

આ ઉપરાંત હળપતિવાસમા કેટલાક ઘરોમા છેલ્લા દસેક દિવસથી પાણી પ્રવેશવાની સમસ્યાનો સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યુ હતું. તે વિસ્તારનાં કાઉન્સીલર ધર્મેશભાઇ પટેલ દ્વારા પણ આ સમસ્યાનો નિકાલ લાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. જે ધ્યાને આપતા તેઓ દ્વારા ડીવોટરીંગ પમ્પ પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાથી સ્થાનિક રહીશો તથા કાઉન્સીલરો દ્વારા ખશી વ્યકત કરવામાં આવેલ છે. આ ઉપરાંત અધિક કલેકટર ગોપાલ બામણીયા દ્વારા ચીફ ઓફીસર જે. યુ. વસાવાને વિરાવળ તળાવનો અમૃત 2.0 યોજનામાં વિકાસ થાય તે માટે સુચના પણ આપવામાં આવેલ છે અને આ દિશામાં નગરપાલિકા દ્વારા એનો ડીપીઆર પણ તૈયાર કરવામાં આવેલ છે તથા તે મંજુર થયેથી આ તળાવનો વિકાસ કરવામાં આવશે અને હળપતિવાસમાં નિચાણવાળા વિસ્તારમાં પ્રવેશતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. એ ઘરોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાઇડલાઇન મુંજબ નિયમાનસાર સમાવેશ કરવામાં આવશે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા ખાસ ફરજ પરના અધિકારી અને ટીમ ને નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ દ્વારા પાણીનો વ્યવસાય કરતા એકમોની 24 જેટલા આર.ઓ. પાણીનો વ્યવસાય કરતા એકમોની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ આર.ઓ. પ્લાન્ટથી પાણીન વેચાણ કરતા એકમોના સંચાલકો સાથેબેઠક કરી તેઓને આરોગ્યના માપદંડો વિશે જાગૃત કરી અને એ મુજબ જ પાણી વિતરણ કરવામા આવે જે અંગે એક બેઠક પણ આ એકમોના સંચાલક સાથે બેઠક કરી નિયત માપદંડો વગરના પાણી વિતરણ કરતા એકમો સામે સખતાઇથી કાર્યવાહી કરવા પણ અધિક કલેકટર ગોપાલ બામણીયા દ્વારા ચીફ ઓફીસર ને તાકીદ આપવામાં આવેલ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *