ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં છુટોછવાયો વરસાદ

સ્થાનિક
Spread the love

સુરત, 25 જુલાઈ : ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં આજે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદની વિગતો જોઈએ તો સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં 17 મી.મી., બારડોલીમાં 15 મી.મી., કામરેજ અને માંગરોળ તાલુકામાં 5-5 મી.મી., ઉમરપાડામાં 9 મી.મી., મહુવા અને માંડવીમાં 8-8 મી.મી., સુરત સીટી અને ઓલપાડમાં 3-3 મી.મી., પલસાણા તાલુકામાં 7 મી.મી. વરસાદ વરસ્યો હતો. જયારે સાંજે 5 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં 91801 ઈનફલો સામે 77381 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. જળસપાટી 333.20 ફુટ નોંધાઈ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *