
સુરત, 25 જુલાઈ : અમદાવાદ ફિજીયોથેરાપી કોલેજ અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે “એકસરસાઈઝ ઈઝ મેડિસિન: ફિજીયોથેરપીસ્ટ પર્સ્પેક્ટિવ” વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગમાં ફિજીયોથેરાપીસ્ટ તરીકે ફરજ બજાવતા સુરતના જાણીતા તબીબ ડો. ચિંતન મુંજાલ પરીખે રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવીને શારિરીક નિષ્ક્રિયતાને કારણે થતાં નુકસાન વિષે માર્ગદર્શન આપ્યું હતું. ડો.મુંજાલે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટી, અસ્થમા, માનસિક તનાવ જેવા વિવિધ રોગોમાં કસરતને કારણે થતાં લાભો વિષે જણાવી વિવિધ રોગોમાં દવાની સાથે કસરત કરવાનો અભિગમ કેળવવા અનુરોધ કર્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત