
સુરત, 26 જુલાઈ : સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ 12ના 29 અને ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ધોરણ 12ના 9 વિદ્યાર્થીઓએ એવા છે કે જેમને અલગ-અલગ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ 12ના 63 વિદ્યાર્થીઓએ એ-2 અને 67 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો છે. દક્ષ ભંડારીએ બીએસટી, એકાઉન્ટ્સ અને ગણિતમાં 100માંથી 100 માર્ક્સ, કરણદીપ ગિર, અરહમ જૈન અને મુકુંદ કનોડિયાએ બીએસટીમાં 100માંથી 100, મોહિત તિલવાનીએ અકાઉટ્સમાં 100માંથી 100, સ્નેહા રાઠી, પ્રિસા ગુપ્તા, મોહિત દિલવાલી અને આયુષી કોટેદેએ ગણિત અને ઇમ્પી વિષયમાં 100માંથી100માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ 10ના 97 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 108 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ અને 73 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો છે. શાળાનું ગૌરવ વધારનારા તમામ વિદ્યાર્થીઓએને શાળાના અધ્યક્ષ માવજી સવાણી અને ઉપાધ્યક્ષ ધમેન્દ્ર સવાણીએ હાર્દિક અભિનંદન પાઠવવા સાથે જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એલ .પી.સવાણી સ્કૂલના ધોરણ 12ના 9 વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવવવાની ઝળહળતી સફળતા મેળવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત