સુરત : સર્વાઈકલ કેન્સર રસીકરણ અભિયાન અંતર્ગત 100 કિશોરીઓને રસી અપાઈ

સુરત, 30 ઓગષ્ટ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ તથા સમસ્ત સ્ત્રીભક્તોના ગુરુપદે વિરાજમાન એવા પ.પૂ. અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી ના શુભ આશીર્વાદથી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા મહિલાઓમાં ગર્ભાશયના કેન્સર અંગે જાગૃતિ આવે અને તેની સામે સુરક્ષા માટે ડૉ. ઉર્વશી કુંવરબા (બાબારાજા) ના સુયોગ્ય માર્ગદર્શન […]

Continue Reading

સુરત ચેમ્બરના પ્રતિનિધિ મંડળે માંડવીની યાર્ન ઉત્પાદક કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી

સુરત, 30 ઓગષ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન સંજીવ ગાંધી અને ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલાના નેજા હેઠળ ચેમ્બર ઓફ કોમર્સના 30 જેટલા સભ્યોના ડેલીગેશને માંડવી ખાતે આવેલી સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી. સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર શંકરલાલ સોમાણીએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને […]

Continue Reading

સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા આ વર્ષ વર્ષ 2022-23 દરમિયાન જિલ્લાના 62 નર્સરીઓમાં 33.87 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા

સુરત, 30 ઓગષ્ટ : સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા આ વર્ષ વર્ષ 2022-23 દરમિયાન સુરત જિલ્લાના 9 તાલુકામાં ખાતાકીય 24 નર્સરીઓમાં 26.77 લાખ રોપા, વિકેન્દ્રીકૃત કિસાનની 16 નર્સરીઓ મારફત 2 લાખ રોપા તથા અનુસુચિત જાતિ પેટા યોજના હેઠળની 22 ડી.સી.પી. કિસાન તથા ગૃપ નર્સરીઓ મારફત 2.70 લાખ રોપા મળી કુલ 62 નર્સરીઓમાં 33.87 લાખ નિલગીરી, વાંસ, […]

Continue Reading

સુરત : એસ.ટી.આપના દ્વારે યોજના અંતર્ગત અંબાજી દર્શન માટે એસ.ટી.વિભાગ દ્વારા 6થી 9 સપ્ટે. દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવાશે

સુરત, 30 ઓગષ્ટ : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોવાથી ભાવિકભક્તો બહોળી સંખ્યામાં માતાજીના દર્શન તેમજ મેળાનો લાભ લઈ શકે તેવા આશયથી પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ-સુરત (એસ.ટી.) દ્વારા એસ.ટી.આપના દ્વારે યોજના અંતર્ગત અગિયારસ, બારસ, તેરસ અને ચૌદસ(તા.6 થી 9 સપ્ટેમ્બર)ના 4 દિવસોએ સુરત, ઉધના, અડાજણ અને સુરત […]

Continue Reading

સુરત શહેર ટ્રાફિક પોલીસનું ” I FOLLOW” અભિયાન: ટ્રાફિકના નિયમો અંગે વાહનચાલકોને જાગૃત કરાયા

સુરત, 30 ઓગષ્ટ : સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પાલ આર.ટી.ઓ.ખાતે “I FOLLOW” અભિયાન યોજી ટ્રાફિકના નિયમો અંગે શહેરીજનો-વાહનચાલકોને જાગૃત કરયા હતા. જેમાં ‘સ્ટેન્ડી’ અને રેડિયો ચેનલ રેડ FM95ના ‘SCARE BRO’ કાર્યકમ સાથે ટ્રાફિક નિયમો દર્શાવતા પ્લે કાર્ડની મદદથી અનોખી રીતે લોકોને ટ્રાફિકના નિયમોની સમજૂતી આપવામાં આવી હતી,અને વધુમાં વધુ વાહનચાલકો નિયમોનું પાલન કરે તેવો […]

Continue Reading

મુખ્યમંત્રીના વરદ હસ્તે 1લી સપ્ટેમ્બરના રોજ ધ્રોલ ખાતેથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર : કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આગામી 1લી સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી […]

Continue Reading

રાજ્યની 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, 29 ઓગષ્ટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવી છે તેમાં અમદાવાદને રૂ. 18.53 કરોડ, સુરતને રૂ. 15.12 કરોડ, વડોદરાને રૂ. 5.67 કરોડ, રાજકોટને રૂ. 4.48 […]

Continue Reading

સુરત : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

સુરત, 29 ઓગષ્ટ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 1લી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મતદારીયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 28મી ઓગષ્ટના રોજ ખાસ […]

Continue Reading

બારડોલીના સુરાલી ગામના હેમુબેન ગામીતના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર

સુરત, 29 ઓગષ્ટ : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામમાં રહેતા હેમુ સંજય ગામીતના જીવનનું એક સોહામણું સપનું હતું ઘરનું ઘર. તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂ.1.20 લાખની સહાય સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી તરફથી પ્રાપ્ત થઈ, તેમજ મનરેગા યોજના હેઠળ 90 દિવસની રોજગારી મળી, જેમાં રૂ.17,620 અલગથી આવાસ બાંધવા માટે […]

Continue Reading

સુરત ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વીંગ દ્વારા અદાણી પોર્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરાઈ

સુરત, 28 ઓગષ્ટ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા અદાણી પોર્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ, ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, વાઇસ ચેરપર્સન મનિષા બોડાવાલા, સેક્રેટરી શીખા મહેરા, લેડીઝ વીંગના તત્કાલિન ભૂતપૂર્વ ચેરપર્સન […]

Continue Reading