
સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.) સુરત શહેરમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો સરળતાથી ઇ-શ્રમ કાર્ડ મેળવી શકે એ હેતુથી 3 અને 4 ઓગસ્ટ દરમિયાન શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં ઈ-શ્રમ કાર્ડની નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. 16થી 59 વયના અસગંઠિત શ્રમયોગીઓ યોજનાના લાભથી વંચિત ન જાય રહી તે માટે શહેરમાં આવેલા આવાસના શ્રમિકો માટે તેમના સ્થળ પર, SMC ના દરેક ઝોન ઓફિસ પર, UCD કેન્દ્રો ખાતે સ્થળ પર જ વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે. લાભાર્થી દ્વારા આધારકાર્ડ અને બેંકની પાસબુક સાથે લાવવવાની રહેશે. આ કાર્ડધારકને અકસ્માત મૃત્યુના કેસમાં રૂ.2 લાખ તેમજ આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂ. 1 લાખની સહાય મળવાપાત્ર છે. સુરતના સ્થાનિક વિસ્તારના કોમન સર્વિસ સેન્ટર અથવા UMANG એપ્લીકેશન અને સેલ્ફ રજિસ્ટ્રેશન માટે https://register.eshram.gov.in પર વધુ માહિતી મેળવી શકાશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત