
સુરત,3 ઓગષ્ટ : સુરતના વેડરોડ વિસ્તારના બહુચરાજી મંદિર પાસે આમ આદમી પાટીઁના પદાધીકારીઓ, વિરોધપક્ષના નેતા , કોપોઁરેટરો, કાયઁકરોએ ગરબાના પાસ પર નાખવામાં આવેલા 18 ટકા GST ટેક્સનો ગરબી રમી વિરોધ નોધાંવતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ રહેતી આમ આદમી પાર્ટી પ્રતિ દિન કોઈને કોઈ વિરોધ કાર્યક્રમ દ્વારા મીડિયામાં હાઈલાઈટ થઇ રહી છે.ત્યારે, ગત દિવસોમાં ગરબાના પાસ પર નાખવામાં આવેલા 18 ટકા જીએસટીના વિરોધમાં આજે બુધવારે આપ દ્વારા તેનો વિરોધ કરતો કાર્યકમ આયોજિત કર્યો હતો.શરૂઆતમાં સુરત શહેરના લાલ દરવાજા સ્થિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ, બાદમાં અચાનક સ્થળ બદલીને સુરત શહેરના વેડરોડ વિસ્તારના બહુચરાજી મંદિર પાસે આપ ના આગેવાનોએ ગરબા રમીને તેનો વિરોધ પ્રગટ કર્યો હતો.વેડરોડ સ્થિત બહુચર માતાના મંદિરનાઆમ આદમી પાર્ટીએ પ્લે કાર્ડ લઈને ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે કોર્પોરેટર સહિત 40થી 50 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.આ કાર્યક્રમ દરમિયાન આપ ના અગ્રણીઓએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં મા અંબેની આરાધનાનું પર્વ છે ત્યારે આ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી નાખવાના સરકારના નિર્ણયનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ.

પોલીસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરનારા અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત