
સુરત, 3 ઓગષ્ટ : ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ., રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહિલાઓ ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓના વેચાણ અર્થે પ્રદર્શનના હેતુ સાથે 3 થી 12 ઓગષ્ટ દરમિયાન કૃષિમંગલ હોલ, મજુરાગેટ ખાતે ‘શક્તિ મેળો-2022-ધ પાવર ઓફ વુમન્સ ઈકોનોમી’ને ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં 78 જેટલી મહિલા ઉદ્યમીઓએ ભાગ લીધો છે.
ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુસર 10 દિવસ માટે આયોજિત શક્તિ મેળાના વિવિધ સ્ટોલમાં કપડા, મુખવાસ, માટીની ચીજવસ્તુઓ, હાથબનાવટની રાખડી, ઘરેણા, પર્સ, થેલા, આયુર્વેદિક પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.ના એમ.ડી. પુષ્પલતા યાદવ અને જનરલ મેનેજર જયશ્રી જરૂ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્વેતા દેસાઈ, સામાજિક અગ્રણી રૂપલ શાહ અને ગુજરાતના પ્રથમ થર્ડ જેન્ડર બિઝનેસ વુમન રાજવી જાન ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત