
સુરત, 3 ઓગષ્ટ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 4 ઓગષ્ટના રોજ સાંજે 6 વાગ્યે રાજપૂત ફળિયું, ઉત્રાણ ગામ ખાતે ઉત્રાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ પોલીસ સ્ટેશન શરૂ થવાથી ભરથાણા, મોટા વરાછા તેમજ ઉત્રાણ વિસ્તારની 4.50 લાખની વસ્તીને સીધો ફાયદો થશે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ, કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, પ્રદેશ સંગઠન અધ્યક્ષ સી.આર.પાટીલ, પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત