
સુરત : ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સુરતના પાલનપોર વિસ્તાર સ્થિત વિદ્યાકુંજ શાળા તેમજ ઓલપાડના અણિતા(કીમ) સ્થિત વિદ્યાદીપ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે રોડ સેફ્ટી જાગૃત્તિ શિબિર યોજાઈ હતી. જેમાં શાળાના 450 તેમજ યુનિવર્સિટીના 700થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોની સમજૂતી આપવામાં આવી હતી.

બ્રિજેશ વર્મા દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ પદ્ધતિથી રોડ સેફટી, ટ્રાફિક નિયમો,માર્ગ અકસ્માત યોજનામાં મળતી સહાય અંગે રસપ્રદ અને વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને રોડ સેફટીની પત્રિકા વહેંચવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાકુંજ સ્કૂલના મહેશ પટેલ તેમજ વિદ્યાદીપ કોલેજના પ્રિન્સીપાલ મહેશ પડીઆ તેમજ આર.ટી.ઓ કચેરીના મોટર વાહન નિરીક્ષક મેહુલ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત