
સુરત, 6 ઓગષ્ટ : મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તેવા આશયથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે આજરોજ મહિલા કલ્યાણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ઓલપાડની શાસ્ત્રી વિદ્યાલય ખાતે સ્માર્ટનેસ વિશે સૌ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બારડોલી તાલુકાના મોતા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિ.સ્કુલ ખાતે જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન, સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ત્રણ વિજેતાઓને ઈનામો એનાયત કરાયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત