સુરત : એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ એસબીસી દ્વારા ફેસ ટુ ફેસ મિટીંગ યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 7 ઓગષ્ટ : એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ – એસબીસી દ્વારા મિ. મલ્ટીકયુઝીન રેસ્ટોરન્ટ, પીપલોદ (ક્રિસ્ટલ પેલેસ) ખાતે ફેસ ટુ ફેસ મિટીંગ રાખવામાં આવી હતી. જેમાં એસબીસીના 61 સભ્યો તથા અન્ય 21 મુલાકાતીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મિટીંગની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી.

એસબીસીના ચેરમેન એડવોકેટ પરેશ આર. પારેખે સર્વેને આવકારી એસજીસીસીઆઇ અને એસબીસીની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા તેમજ એસબીસીના વર્ષ 2022-23 માટેના નિમાયેલ કમિટી સભ્યોના નામોની જાહેરાત કરી હતી અને મિટીંગમાં હાજર તમામે તેમને વધાવી લીધા હતા. ત્યારબાદ એસબીસીમાં નવા જોડાયેલ સભ્યોનો પરિચય કમિટી મેમ્બર્સ દ્વારા આપવામાં આવ્યો હતો અને વિઝીટર્સનું ઓરિએન્ટેશન કો–ચેરમેન ચિરાગ દેસાઈ દ્વારા કરાયું હતું. એસબીસીના એડવાઇઝર અને એસબીસી એકસ્પોના ચેરમેન તપન જરીવાલા દ્વારા એસબીસીના નીતિ નિયમોનું પાલન કરવા વિષે તેમજ આવનારા સમયમાં આયોજિત એસબીસી એકસ્પોમાં ભાગ લઇ વધુ બિઝનેસ કેવી રીતે મેળવી શકાય ? એ વિષે માહિતી આપવામાં આવી હતી. ફેસ ટુ ફેસ દ્વારા કેવી રીતે એકબીજાને પોતાના બિઝનેસની માહિતી આપવી ? એની માહિતી અને વ્યવસ્થાપનની કામગીરી એસબીસી કમિટીના કો–ચેરમેન ચિરાગ દેસાઈ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી અને કો–ચેરમેન યોગેશ દરજી તથા સુમીત ગર્ગ દ્વારા આ આયોજનમાં સાથ સહકાર આપવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધો હતો અને મુલાકાતીઓએ પણ હાજરી આપી એકબીજાના બિઝનેસની જાણકારી મેળવી બિઝનેસમાં એકબીજાને કઇ રીતે મદદરૂપ થઇ શકાય ? તે દિશામાં મહત્વની ચર્ચા કરી હતી. સભ્યો દ્વારા હજુ વધુ સારી રીતે એકબીજાને મળી શકાય તે દિશામાં વધુ મિટીગોનું આયોજન કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા.

આ મિટીંગમાં ચેરમેન એડવોકેટ પારેખ દ્વારા સભ્યોની કામગીરીને બિરદાવવા અલગ અલગ ટ્રોફીઆ ની જાહેરાત કરાઇ હતી. જે જાહેરાતને સૌ સભ્યોએ વધાવી લીધી હતી. મિટીંગમાં હાજર રહેલા એસજીસીસીઆઈના માનદ્ મંત્રી ભાવેશ ટેલર દ્વારા ખુબજ ઉપયોગી સૂચનો અને મોટીવેશન આપવામાં આવ્યું હતું. આ સાથે ગૃપ ચેરમેન બિજલ જરીવાલા અને એડવાઇઝર તપન જરીવાલાની હાજરીની નોંધ લેવાઈ હતી. એસબીસી કમિટીના કો–ચેરમેન યોગેશ દરજીએ સભામાં હાજર તમામનો આભાર માન્યો હતો અને સૌ સભ્યો રાજેન્દ્ર જેઠવા દ્વારા આયોજિત ભોજન વ્યવસ્થાનો આસ્વાદ માણી છુટા પડયા હતા.

રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *