9મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ ની દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ભવ્ય ઉજવણી કરાશે

પ્રાદેશિક
Spread the love

સુરત, 8 ઓગષ્ટ : સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) દ્વારા વિશ્વમાં વસતા આદિવાસી ભાઈ બહેનોના સન્માન માટે 9 ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં 9મીએ સવારે 10 વાગ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની સાથોસાથ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત અને લાભાર્થીઓને યોજનાકીય સહાય વિતરણ કરાશે.
સુરત જિલ્લામાં માંડવી રિવર ફ્રન્ટ ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, ઉમરપાડા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.નર્મદા જિલ્લામાં રાજપીપળા સ્થિત અંબુભાઈ પુરાણી શાળા ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનિષા વકીલ અને ડેડીયાપાડા સ્થિત આદર્શ નિવાસી શાળા કેમ્પસ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પયુર્ષા વસાવાના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં વાલિયા સ્થિત શ્રી રંગનવચેતન વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ડાંગ જિલ્લાના આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે વન, પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા, ધરમપુર સ્થિત SMSM હાઈસ્કૂલ ખાતે નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, કપરાડા સ્થિત અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય ખાતે પાણી પુરવઠા, મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતુ ચૌધરીના આદિવાસી દિવસની ઉજવણી થશે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એગ્રીમોલ મોટી ભમતી, વઘઈ રોડ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને ખેરગામ સ્થિત એ.પી.એમ.સી. ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતના રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે કૃષિ ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ, નિઝરના રૂમકીતળાવ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર, વાલોડના બુહારી સ્થિત બલ્લુકાકા કોમ્પ્લેક્ષ-૨ ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *