
સુરત, 8 ઓગષ્ટ : સૂરત જીલ્લામાં ઉમરપાડા અને માંડવી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રાયબલ સબ પ્લાનના સંયુક્ત ઉપક્રમે 9 ઓગષ્ટ-2022ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે
માંડવી ખાતે સવારે 10 વાગે નગરપાલિકા રિવર ફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય આનંદચોધરી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતા પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હીના વસાવા, ચેરમેન બાંધકામ સમિતિ રોહિત પટેલ ,માંડવી નગરપાલિકા રેખા વશી ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર માટેના વિકાસલક્ષી નૂતન અભિગમો અને મેળવેલી સિદ્ધિઓ અંગે માર્ગદર્શન આપશે.
જ્યારે ઉમરપાડા ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે સવારે 10 વાગે આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગણપતિસિંહ વસાવા, જીલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન રાજેન્દ્રવસાવા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદન ગામીત, માંગરોળ પ્રમુખ તાલુકા પંચાયત ઉમરપાડા શારદા ચોધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમમાં આદિવાસી ભાઈબહેનો અને યુવાનોને ઉપસ્થિત રહેવા જીલ્લા કલેકટર આયુષ ઓક અને પ્રાયોજના વહીવટદાર માંડવી વી.જી.પટેલ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત