
સુરત, 8 ઓગષ્ટ : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંડવી તાલુકાના લીમ્ધા ગામે ‘યુવા મંડળ વિકાસ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75યુવા મંડળ બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. યુવાનોમાં જાગૃત્તિ લાવવા, ભાઈચારાની ભાવના કેળવવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર, વિવિધ યુવા મંડળના સહયોગથી દરેક ગામોની સમસ્યાઓના નિવારણ અને યુવાઓના વિકાસ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. તાજેતરમાં જ યુવા મંડળ દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન’ તથા ‘સ્વચ્છતા પખવાડા’ કાર્યક્રમ પણ યોજાયા હતા, જેમાં જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, શાંતિલાલ વસાવા, દીપક જાયસ્વાલ તેમજ મેહુલ દોંગા ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત