
સુરત, 9 ઓગષ્ટ : આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રાના સહિતના આયોજનો દ્વારા દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.પ્રધાનમંત્રીએ ‘ હર ઘર તિરંગા ‘ અભિયાનનું આહવાન કર્યું છે.દેશના પ્રત્યેક નાગરિકના ઘરે તિરંગો લહેરાવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.નાત,જાત,ભાષા,પ્રાંત તેમજ પક્ષાપક્ષીથી દૂર વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે, સુરતમાં પણ સુરત શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

આજે તારીખ 9 મી ઓગસ્ટ ક્રાંતિ દિને મંગળવારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સુરતમાં તિરંગા યાત્રાનુંઆયોજન કરવામાં આવ્યું હતું.મંગળવારે સવારે 11 કલાકે પાલ આરટીઓથી પ્રસ્થાન થયેલી આ તિરંગા યાત્રાનું અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે સમાપન થયું હતું. ભારત જોડો તિરંગા યાત્રામાં સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો,કાર્યકરો સહિત સુરત શહેર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હસમુખ દેસાઈ હાજર રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત