
સુરત, 9 ઓગષ્ટ : આજ રોજ મંગળવારે કારગીલ ચોક ખાતેથી તિરંગા યાત્રા , આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મિત્સુ ચાવડા ની આગેવાનીમાં નાડા બેટ સરહદ પર સૈનિકોને રાખડી બાંધવા ,મેયર દ્વારા આ દીકરીઓ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જેમાં દુરૈયા તાપીયા તેમજ અન્ય ચાર બાઈક્સ જોડાયા હતા.પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ભાજપા શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાને રાખડી બાંધી હતી.

સુરતની સુરક્ષાથી દેશની સુરક્ષાના નાદ સાથે આ મહિલાઓએ રક્ષાબંધન નિમિત્તે બાઈક ઉપર જઈ રોડ સેફ્ટી તેમજ એમ્પાવરમેન્ટ અને સરકારના તમામ સુરક્ષાને લક્ષી આહવાન કર્યું હતું.આઝાદીના 75 વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘ હર ઘર તિરંગા ‘ અભિયાનનું આહવાન કર્યું છે. તેમના આહવાન પર સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સમગ્ર દેશમાં નાત, જાત ,ભાષા, પ્રાંત કે રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને સાર્વત્રિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે .ત્યારે સુરતમાં પ્રધાનમંત્રીના આહવાન પર તેમને યાદ કરીને મંગળવારે કારગીલ ચોક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કારગિલ ચોક પર દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા જાંબાઝ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત