સુરત : પશ્ચિમ વિધાનસભામાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય વાતાવરણમાં તિરંગા યાત્રા સંપન્ન

સ્થાનિક
Spread the love

સુરત, 9 ઓગષ્ટ : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ધ્વારા દેશભરમાં ભારતદેશને આઝાદ થયાના 75માં વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ ની રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે 167- સુરત પશ્ચિમ વિધાનસભા, ભાજપ પરીવાર અને રાજયના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ધ્વારા તેમના મત વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિત્તે તા.9થી 14 ઓગષ્ટ સુધી પ્રત્યેક નાગરીકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજને લહેરાવે એ માટે લોકોને અપીલ અનુરોધ કરવાની લાગણી સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ છે.

9મી ઓગષ્ટ મંગળવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે વીર સાવરકર સર્કલ પાલનપુર જકાતનાકા, અડાજણ ખાતે ભારત માતાનું પૂજન કરીને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી એ તિરંગા યાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું. 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં કાર્યકરોના માધ્યમથી દરેક બુથમાં નાગરિકોને જોડી તેમના નિવાસ સ્થાન ઉપર હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્ર ધ્વજ લાગે એ માટે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના કાર્યાલયથી 50 હજાર રાષ્ટ્ર ધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું છે.

167 સુરત પશ્ચિમ વિધાનસભા, ભાજપ પરીવાર ધ્વારા તિરંગા યાત્રા તા. 10-8-22ના રોજ સાંજે 4 કલાકે વિજયડેરી ગુજરાત ગેસ સર્કલ અને તા.12-8-22ના રોજ સાંજે 4 કલાકે ઇસ્કોન સર્કલ તથા પ્રભાત ફેરી તા.10-8-22ના રોજ સવારે 7 કલાકે રીવર ડેલ સ્કુલ અડાજણ, તા.12-8-22ના રોજ સવારે 7 કલાકે રેડીયન્ટ સ્કુલ અને તા.13-8-22ના રોજ સવારે 7 કલાકે ભુલકાભવન સ્કુલ, અડાજણ મુકામે આયોજન કરવામાં આવ્યુ છે.

રાષ્ટ્ર ગીતોના સંગીત તેમજ રાષ્ટ્ર પ્રેમની ઝાંખી કરાવતા 10 રથ સાથે નીકળેલી તિરંગા યાત્રા માં સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. 167- સુરત પશ્ચિમ વિધાનસભા, ભાજપ પરીવાર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિત્તેની તિરંગા યાત્રા આજરોજ વીર સાવરકર સર્કલથી શરૂ થઈ પાલનપુર જકાતનાકા, ઉગત, શ્રીજી નગરી, ભેંસાણ રોડ વીર સાવરકર હાઈટસ, રામનગર, સહિતના વિવિધ વિસ્તારમાં ફરી હતી. દરમ્યાન ઠેર ઠેર લોકો ધ્વારા યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *