સુરત : પીએસી મેમ્બર છોટુ પાટીલે મુંબઇ વેસ્ટર્ન રેલ્વે ના ડી.આર.એમ. સાથે દક્ષિણ ગુજરાતના રેલ્વે પ્રશ્નોની કરી રજુઆત

સ્થાનિક
Spread the love

સુરત, 12 ઓગષ્ટ : આજે દક્ષિણ ગુજરાતના રેલ્વે સ્ટેશનની ભૌતિક સુવિધાઓ અને ટ્રેન સ્ટોપેજ બાબતના પ્રાણ પ્રશ્નોની રજુઆત સાથે આજે મુંબઇ ખાતે મુંબઈ વેસ્ટર્ન રેલ્વે ના ડી.આર.એમ. જી. વી. એલ. સત્યા કુમાર જી સાથે રુબરુ ચર્ચા કરી તમામ પ્રશ્નોનો નિવડો વહેલી તકે આવે તેવી માંગ કરી હતી અને એમને લેખીતમાં તમામ પ્રશ્નો આપ્યા હતાં.

આજે સવારે મુંબઇ સ્થિત વેસ્ટર્ન રેલ્વે અંતર્ગત આવતા આપણા દક્ષિણ ગુજરાતના રેલ્વે સ્ટેશનો જેમ કે, અંચેલી. મરોલી અને સચીન તથા અન્ય સ્ટેશનોની ખાસ ચર્ચા કરી, જેમા અંચેલી રેલ્વે સ્ટેશનની વર્ષોની માંગ છે કે, ત્યાં એક ટિકીટ વિંડો જોઇએ જે તથા કોરોના કાળમા બંધ થઇ ગયેલ તમામ ટ્રેનો ફરી શરુ કરવા જણાવ્યું છે. તથા અન્ય વધુ ટ્રેનો સવારે મળે તો હજારો મુસાફરોને રાહત થઇ શકે, અહી મુસાફરોને ટ્રેન સ્ટોપેજ મળે તથા ટિકીટ વેચાણ બાબતની તકલિફ દૂર કરવા ગામના સરપંચશ્રી નિરંજના બેન પટેલે માન. સી આર પાટીલ સાહેબને લેખીત જણાવેલ કે, અંચેલી ગામ અને આજુ-બાજુના 18 થી 20 ગામોથી રોજ હજારો લોકો પોતાના રોજગાર ધંધા માટે સચિન, સુરત, ઉધના તરફ જાય છે પરંતું એ તરફ્ની ટ્રેન પકડવા છેક સહુને વેડછા સુધી જવું પડે છે જણાવ્યુ ચી જેથી તેઓએ સવારની વડોદરા એક્સ્પ્રેસ 09161 જે અમલસાડ ખાતે 06:33 અને અંચેલી 06:40 કલાકે પસાર થાય છે. આ ઉપરાંત 09101 વિરાર ભરુચ મેમુ એક્સ્પ્રેસ અમલસાડ ખાતે સવારે 07:58 અને અંચેલી ખાતેથી 08:03 કલાકેપસાર થાય છે જેના સ્ટોપેજ આપવા જણાવેલ છે, બીજી બાજૂ મરોલી રેલ્વે સ્ટેશન પાસેના ઓવર બ્રીજ 133 આજે ઘણાં વર્ષોથી ધીમી ગતિએ કામ ચાલે છે. હજારો મુસાફરો, ગ્રામવાસીઓ અને ઉભરાટ જતાં સહેલાણીઓ પણ બહુજ પરેશાન થઇ રહ્યા છે. જે બાબતે પણ છોટુભાઇ પાટીલે જોર લગાવી ફક્ત 15 / 20 દિવસમા શરુ કરવા જણાવ્યું છે. અને ડી આર એમ. જી.વી.એલ.સત્યા કુમાર જી તરફ્થી પોઝિટીવ જવાબ પણ મળ્યો છે. આ સાથે સચિન રેલ્વે સ્ટેશન પર આવવા જવા મુસાફરોને કોઇ સવલત નથી અને જે બે બ્રિજ નું કામ ચાલે છે તે પણ ગોકુલગાયની ગતીએ ચાલે છે. જેથી આ બ્રિજના કામની ગતી ઝડપી કરી આપી મુસાફરો ને તાત્કાલિક સવલતો પુરી પાડવા જણાવ્યું છે. ઉપરોક્ત તમમ પ્રશ્નોની વિગતવાર ચર્ચા પી એ સી મેમ્બર છોટુ પાટીલે મુંબઇ વેસ્ટર્ન રેલ્વે ના ડી.આર.એમ. ને રુબરુ જણાવી તાત્કાલિક યોગ્ય કરવા જણાવેલ અને ડી આર એમ જી.વી.એલ. સત્યા કુમારએ એક થી દોઢ મહિનામા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવા જણાવેલ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *