
સુરત, 12 ઓગષ્ટ : સુરત શહેરમાં છેલ્લા વર્ષો દરમિયાન વિવિધ કંપનીઓ, ડીજીટલ વેબસાઈટો તથા કો-ઓપરેટીવ સોસાયટીઓ બનાવીને લેભાગું તત્વો દ્વારા આકર્ષક વિવિધ સ્કીમોમાં રોકાણોના નામે હજારો લોકો સાથે કરોડોની છેતરપીડીઓ કરવામાં આવી છે. જેમાં લોકોએ પોતાની મહામુલી રકમો ગુમાવી છે.
જે અંતર્ગત (1) NCR COIN કંપની (2) Axiocoin.com નામની વેબસાઈટ (3) Phenomenal Health Care Services Pvt. Ltd. અથવા Gujarat Pheno Health Care Pvt. Ltd. અથવા Phenomenal Industries Pvt. Ltd. અથવા S.N.K. Corporation Pvt. Ltd એમ અલગ અલગ ચાર નામોથી છેતરપીડી કરનાર કંપની(4) KBC COIN નામની વેબસાઈટ (5) BSS કોઈન નામની કંપની (6) SHRIRAM SAMARTH MULTISTATE CREDIT CO-OPRATIVE SOCIETY તથા SJSV LAND DEVELOPERS INDIA LTD. નામની કંપની (6) બીટકનેકટ લીમીટેડ શરૂ કરી ત્યારબાદ માનવ ડીજીટલ માર્કેટીંગ કંપની (7) ટોરસ વર્ચ્યુઅલ કરન્સીની tauruscoin.com નામથી વેબસાઈટ (8) BSS COINના www.bitstrades.com અને www.ico.bitstrade.coin.com, (9) ગુજરાત રાજ્યમાં સુરત, વડોદરા, અંકલેશ્વર, નવસારી, વાંસદા, વ્યારા, આહવા, બારડોલી, ભરૂચ, વાપી, વલસાડ વગેરે શહેરોમાં સમૃધ્ધ જીવન મલ્ટી પર્પઝ કો. ઓપરેટીવ સોસાયટી લીમીટેડનાં નામની કંપનીની બ્રાંચ ઓફીસો ખોલીને કરેલી છેતરપીડીઓ (10) Maitriya Realtor & Maitriya Services Pvt. Ltd. નામની ઓફિસોમાં અલગ અલગ નામે જેમ કે, M/s Maitriya Ploters and Stucture Pvt.Ltd., M/s Maitriya Services Pvt. Ltd., M/s Maitriya Suvarna Sidhdhi Pvt. Ltd., M/s Maitriya Realtor and Structure Pvt. Ltd. ના નામની કંપનીઓ (11) દેકાડો કંપની (12) રીગલ વર્ચ્યુઅલ કરન્સી કંપની બનાવી વિવિધ બનાવટી આકર્ષક સ્કીમો બહાર પાડીને રોકાણકારો પાસેથી એજન્ટો મારફતે નાણાં ઉઘરાવી પાકતી મુદ્દતે તેમને નાણા પરત નહી કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો તથા સી.આઈ.ડી.ક્રાઈમમાં જુદી જુદી કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.
રાજ્ય સરકારના ગૃહવિભાગના જાહેરનામા દ્વારા તા.14/06/2017ના રોજ કમ્પીટન્ટ ઓથોરિટી તરીકે સિટી પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટની નિમણુંક કરવામાં આવી છે. જુદી જુદી તારીખોએ આરોપીઓની મિકલતો ટાંચમાં લેવાના હુકમો કરવામાં આવ્યા છે. જેના કમ્પીટન્ટ ઓથોરિટી તરીકે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, સિટી પ્રાંત સુરતની નિમણુંક કરવામાં આવી છે.
જેથી સુરત પ્રાંત અધિકારીએ જાહેર જનતાને અનુરોધ કરતા જણાવ્યું છે કે, જુદી જુદી કંપનીઓ, વેબસાઈટો, ક્રેડિટ સોસાયટીઓની લોભામણી સ્કીમનો ભોગ બનેલા હોય તો તેઓએ આધાર પુરાવાઓ સાથે તા.18/08/2022 થી તા.17/09/2022 દરમિયાન કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે, કચેરીના કામકામજના દિવસો દરમિયાન પ્રત્યક્ષ અથવા અધિકૃત કરવામાં આવેલા પ્રતિનિધિઓએ જરૂરી પુરાવાઓ સાથે દાવા(ક્લેઈમ)ઓ રજૂ કરવાના રહેશે. ઉકત સમયમર્યાદામાં દાવાઓ રજુ નહીં થવાના પ્રસંગે દાવાઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ કમ્પીટન્ટ ઓથોરિટી અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, સિટી પ્રાંત અધિકારી સુરત દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં જે દાવેદારોએ દાવા અરજી રજુ કરેલ હોય તે તમામે પુનઃદાવા અરજી રજુ કરવી નહી. જો તેમ કરવામાં આવશે તો કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત