” હર ઘર તિરંગા ” અભિયાન : રાષ્ટ્રપ્રેમના પ્રવાહમાં તરબોળ થયું સુરત

સ્થાનિક
Spread the love

સુરત, 13 ઓગષ્ટ : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આજે પ્રારંભ થયેલા ’હર ઘર તિરંગા‘ અભિયાનને સુરતીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ઘરે ઘરે તિરંગો લહેરાવવા માટે વડાપ્રધાનના આહવાનને સમર્થન આપતા ઠેર ઠેર નીકળતી તિરંગા યાત્રાની સાથોસાથ શહેરના તમામ રસ્તા, દુકાનો, બિલ્ડીંગ, મકાનો પર શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. રાષ્ટ્રપ્રેમના પ્રવાહમાં સમગ્ર સુરત તરબોળ થયું છે.

સુરતમાં આઝાદીના સમયની ઉજવણીનો માહોલ જીવંત થઈ રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ તા.14 અને 15 ઓગષ્ટ દરમિયાન પણ રાષ્ટ્રપ્રેમી સુરતીઓ અવનવી રીતે આ અભિયાનમાં જોરશોરથી જોડાઈને દેશ અને તિરંગા પ્રત્યે માન સન્માન અને આદરભાવ વ્યક્ત કરશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *