
સુરત,13 ઓગષ્ટ : સમગ્ર ભારત જયારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત શહેર-જિલ્લામાં રંગચંગે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગામડાઓ, શહેરોમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને મા ભારતની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતી આપી શહીદ થયેલા સ્વાતંત્ર્યવીરોને યાદ કરીને નમન કરી રહ્યા છે. આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં સમગ્ર તાલુકામાં નાના આંગણવાડીના ભુલકાઓ, આંગણવાડીની બહેનો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ તિરંગા લહેરાવ્યો હતો.

સમગ્ર તાલુકામાં હાલ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવેલા “હર ઘર તિરંગા” ને લોકો દ્વારા પ્રંચડ પ્રતિસાદ મળી રહ્યો છે.નાત,જાત, ભાષા, ધર્મ કે પક્ષાપક્ષીથી દૂર લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે, સમગ્ર સુરત હાલ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું છે તેમ કહીએ તો વધુ પડતું નહીં કહેવાય.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત