
સુરત, 14 ઓગષ્ટ : સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રકારના દેશભક્તિસભર કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પ્રધાનમંત્રી મોદી દ્વારા” હર ઘર તિરંગા અભિયાન ” ની અપીલ કરવામાં આવી છે જેને સમગ્ર દેશમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે સુરતીઓ પણ આ અભિયાનમાં ખુબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છેઆજે ગુજરાત વિકાસ સમિતિના આગેવાનો પુણાગામ યોગીચોક ખાતે સેતુબંધ હિલ્સ ઉપર 275 ફૂટ ઊંચાઈ પર ભવ્ય તિરંગો લહેરાવી આઝાદીના 75 વર્ષ ની ઉજવણીમાં જોડાયા હતા.

આ અંગે પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે આજે દેશની આન બાન અને શાન એવો આપણો ત્રિરંગો ગુજરાતમાં સૌથી ઊંચો લહેરાવવાના વિચાર સાથે 75 મી આઝાદી ની ઉજવણી પર અમે 275 ફૂટ ની ઊંચાઈ પર સુરત યોગીસોક ખાતે આવેલ સેતુબંધ હિલ્સ પર લહેરાવ્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત