
સુરત, 15 ઓગષ્ટ : આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી ની આ તિરંગા યાત્રા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભરૂચ, જૂનાગઠ, ભુજ સહિત ગુજરાતના તમામ જિલ્લામાં નીકાળવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે સુરત શહેરમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ભારે વરસાદમાં પણ નિર્ધારિત સમયે ઘ્વજવંદન કર્યા બાદ, તેમનીઆગેવાની હેઠળ કારગીલ ચોક પીપલોદથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, રાષ્ટ્રીય પરિષદ સભ્ય રાકેશ હિરપરા, સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, પ્રદેશ સંગઠન મંત્રી અને કામરેજ વિધાનસભા ઉમેદવાર રામ ધડૂક અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત