ભાવનગર : ભરતનગરના શ્રી ભવાનીમાતાના મંદિરે ” એક આરતી રાષ્ટ્ર માટે ” તેમજ ” બ્રહ્મ જવાનો ” ના સન્માનનો કાર્યક્રમ યોજાયો

પ્રાદેશિક
Spread the love

ભાવનગર, 16 ઓગષ્ટ : સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા પર્વની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યુ હતું ત્યારે સોમવારે ભાવનગર શહેરના ભરતનગર ખાતે આવેલ ભવાની માતા અને ભવાનીશ્વર મહાદેવ મંદિર ખાતે 51 ફૂટ ઉંચાઈ ઉપર 12 ફૂટ મોટો ત્રિરંગો લહેરાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

યોગાનુયોગ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને સ્વતંત્રતા પર્વનો સુભગ સમન્વય થતા સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ ભાવનગર જિલ્લા, શહેર તથા બ્રહ્મ સમાજ મહિલા પાંખ, ભરતનગર બ્રહ્મ સમાજ, પરશુરામ યુવા ગ્રુપ – ભાવનગર શહેર જીલ્લા અને બ્રહ્મ એકતા મંચના સંયુક્ત ઉપક્રમે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવાનીશ્વર મહાદેવની મહા આરતી અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો.

દેશભક્તિની થીમ સાથે ભાવેણાના ભૂદેવો શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ કરતા મેઘરાજાના અમી છાંટણા વચ્ચે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવ અને સમાજ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા વરસતા વરસાદે પણ ” એક આરતી રાષ્ટ્ર માટે ” મહાઆરતી કરી હતી આ સમયે દેશની રક્ષા કાજે સરહદ ના સીમાડે ફરજ બજાવતા રાષ્ટ્રના રિયલ હીરોઝ એવા 11 જેટલા “બ્રહ્મ જવાનો” નું સન્માન કરાયું હતું.વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભરતનગર બ્રહ્મસમાજના અમિત ત્રિવેદી કે જેમણે સત્તત 10 વર્ષ દરમ્યાન 10 વાર અમરનાથજીની દુર્ગમ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરી હતી તે માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શહેર ભા.જ.પા.અધ્યક્ષ રાજીવ પંડ્યા, ઉપાધ્યક્ષ દિવ્યા વ્યાસ, બ્રહ્મ સમાજના જિલ્લા અધ્યક્ષ ગૌતમ દવે, શહેર અધ્યક્ષ તેજસ જોશી, સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશ ત્રિવેદી, પૂર્વ અધ્યક્ષ રાજુ ઉપાધ્યાય, મહિલા પાંખના અધ્યક્ષ અને માજી મેયર પારુલ ત્રિવેદી, બ્રહ્મ એકતા મંચના ભાવિન ત્રિવેદી, બ્રહ્મ ક્રાંતિસંઘના કૌશિક ઉપાધ્યાય, કિરીટ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપના કેતન વ્યાસ, મહિપત ત્રિવેદી, સૌલ હોસ્પિટલના યોગેશ ધાંધલ્યા, મહિલા મોરચા મહામંત્રી શિલ્પા દવે, વિલાસ પાઠક, મલ્લિક્કા આચાર્ય, પ્રસન્ન યોગ ક્લાસીસના યોગા કોચ સોનલ જોશી, કમલેશ ઇમરજન્સી, બીપીન શાસ્ત્રી, જીતુ બોરીસાગર, રાજેશ પંડ્યા,જીતુ પંડયા, યુવા પ્રમુખ પ્રશાંત જાની, નિકુંજભાઇ, વિજય જાની, મુકેશ દવે, બ્રહ્મ એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ ભરત બારૈયા, પરેશ પંડ્યા સહિત અનેક આગેવાનો, વકીલમિત્રો, ડોક્ટર મિત્રો, શિક્ષક મિત્રો સહિત વિશાળ સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.

અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે કાર્યક્રમને સફળ બનાવવા ભાજપા ભાવનગર શહેરના પૂર્વ પ્રવક્તા અને બ્રહ્મ અગ્રણી આશુતોષ વ્યાસ, ભાવિન ત્રિવેદી, અમિત ત્રિવેદી, રમેશ આસ્તિક, કિરીટ ભટ્ટ, રાજેશ પંડ્યા, નિશાંતરાજ્યગુરુ, ગૌરભાઈ ભટ્ટ, ત્યાગરાજન ઐયર, જાની દાદા, કલ્પેશ વ્યાસ, માધા ધાંધલ્યા , મયૂરભાઈ ધાંધલ્યા સહિતના આગેવાનોએ મહેનત કરી હતી.

મહાઆરતી બાદ શિવભક્ત માધાભાઈ ધાંધલ્યા અને મયૂરભાઈ ધાંધલ્યાના યજમાન પદે મહાદેવની રૂદ્રભિષેક યોજાયો હતો સમસ્ત બ્રહ્મ સમાજે કાર્યક્રમ રદ થયાની જાહેરાત બાદ પણ ઇષ્ટદેવ મહાદેવ અને સમાજ પ્રત્યે પ્રેમ, લાગણીઓ દર્શાવી વરસતા વરસાદ વચ્ચે પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર ભાવેણાના સૌ ભૂદેવો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *