સૂરત જીલ્લામાં ભારે વરસાદના કારણે પલસાણા ,મહુવા ,બારડોલી અને માંગરોળ તાલુકાના રસ્તા બંધ કરવામાં આવ્યા

સ્થાનિક
Spread the love

સુરત,16 ઓગષ્ટ : સૂરત જીલ્લા માં ભારે વરસાદના કારણે જીલ્લા ના ગ્રામિણ રસ્તા ઓ ઉપર પાણી વહી રહ્યં હોવાના કારણે જાહેર અવર જવર માટે અસલામત અને વાહન વ્યવહાર તેમજ નાગરિકો માટે યોગ્ય ન હોઈ જીલ્લા ના નીચે મુજબ ના રસ્તાઓ ને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ઉતરે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે. અને વૈકલ્પિક રસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સંબંધિત રસ્તા ગામો તેમજ આસપાસ ના ગામો ની જાહેર જનતા માટે જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
પલસાણા તાલુકા માં સમાવેશ થાય છે તે હરીપુરા એપ્રોચ રસ્તો બંધ હોઈ તેના બદલે એન. એચ.48 રસ્તા નો ઉપયોગ કરવો , અંત્રોલી કોસ વાડા રસ્તો બંધ તેના બદલે લાડવી ઓવિયણન છેડછા રસ્તા નો ઉપયોગ કરવો , બગુમરા ,બલેશ્વર બંધ બલેશ્વર એપ્રોચ્ રસ્તો એન.એચ.48 નો ઉપયોગ કરવો અને બલેશ્વર સાંકી રસ્તો અને કરણ સાકી બગુમરાં રસ્તા ઉપયોગ કરવો, બગુમારા તુંડી રસ્તો એના. ટુંડી કારેલી મોતા રસ્તા નો ઉપયોગ કરવો ,તુંડી દાસ્તાન રસ્તોબંધ એના , ટૂંડી કારેલી મોતા રસ્તા નો ઉપયોગ કરવો , ,ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રસ્તો બંધ બલેશ્વર એપરોચ રસ્તા જોઈનીગ એન.એચ.48 નો ઉપયોગ કરવા જણાવવા માં આવે છે.જ્યારે મહુવા તાલુકામાં ભગવાનપૂરા વાંક થી સાંબા રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેના બદલે ગુણ સવેલ ગામે ગાંધી નગ રાં ફળિયા ભગવાન પૂરા વાંક ને જોડતો રસ્તો તેમજ ગુણ સવેલ ખરોટ કાંકરિયા રસ્તો સાંબા ભોરીયા વલવાડા રસ્તા નો ઉપયોગ કરવો.

જ્યારે બારડોલી તાલુકા માં જૂની કિકવડ ગાભેની ફળિયા રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા એન. એચ.૫૩ રસ્તા નો ઉપયોગ કરવો.સુરાલી ગામ સવીનભાઈ ચોધરીના ઘર થી ધારિયા વાળા કૉઝવે સુધી નો રસ્તો બંધ જેના બદલે સુરાલી કોટ મુંડા રસ્તા નો ઉપયોગ કરવો , ઉતારા વધારા કરચકા રસ્તો બંધ જેના બદલે કર્ચકા મઢી વાસલ્ય ધામ રસ્તા નો ઉપયોગ કરવો,વકાનેર પારડી વાલોડ રસ્તો બંધ જેના બદલે વાંકાનેર અલ્લું મહુવા સ્ટેટ હાઇવે રસ્તા નો ઉપયોગ કરવો , બાલડા જુનવાણી રસ્તોબંધ, સૂરાલી કોત મુંડાથી બેલધા રસ્તો બંધ જેના બદલે સુરાળી ધારિયા ઓવારા રસ્તા નો ઉપયોગ કરવો.સુરાલી ધારિયા ઓવારા રસ્તો બંધ જેના બદલે વૈકલીપ માર્ગ ઈ.એસ.એચ. 5 નો ઉપયોગ કરવો.જ્યારે માંગરોળ તાલુકામાં આંબાવાળી ખાડી પાર રસ્તોબંધ જેના બદલે આંબા વાડી થી કન સાડી રસ્તા નો ઉપયોગ કરવો , માંગરોળ થી નાની પારડી રસ્તો બંધ જેના બદલે નાની પારડી થીહરસની રસ્તા નો ઉપયોગ કરવો.વલેસાથી હથોડાથી મોટા બોર સ રા રસ્તો પાણી ઉતરે ત્યાં સુધી બંધ રહેશે , જેના બદલે નેશનલ હાઇવે થી મોટા બરસરા રસ્તા નો ઉપયોગ કરવા જાહેર વિનંતી કરવામાં આવી છે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત ગામોની જાહેર જનતા અને વાહન ચાલકો ને સાવચેત રહેવા અને આ રસ્તા ઉપર પાણી વહી રહ્યું હોઇ અવરવજવર માટે યોગ્ય ન હોવાથી આ તમામ રસ્તા નો ઉપયોગ નહી કરવા જણાવ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *