
સુરત, 16 ઓગષ્ટ : આજે તા.16/8/2022 નાં રોજ સવારે 12કલાકે મહેશ્વરી ભવન, સાયન્સ સેન્ટરની બાજુમાં, સિટી લાઇટ,સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત “મારું બુથ- મારું ગૌરવ” કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતનાં મહત્વના આગેવાનો સાથે મહત્વની એક મિટિંગ નું આયોજન સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ ભાઈ રાઠવા,માજી પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના દક્ષિણ ગુજરાતનાં મહત્વના આગેવાનો, નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિવિધ રાજકીય પક્ષો દ્વારા રાજકીય ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. ત્યારે, રાજ્યના રાજકારણમાં એપી સેન્ટર તરીકે ગણાતા સુરત શહેરમાં પણ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ આવાગમન વધ્યું છે.ત્યારે, સુરત શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકને લઈને હવે શું નિષ્કર્ષ નીકળે છે તે જોવું રહ્યું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત
.