
સુરત, 18 ઓગષ્ટ : રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનો ને જીવન નિર્વાહ માટે અપા પેન્શન સન્માન રાશી રૂ. 1250 / યોજના હેઠળ સૂરત જીલ્લા માં તમામ ગામો,નગરોમાં ના તમામ ગંગા સ્વરૂપા બહેનો ને આવરી લઇ રૂ.1250/ ના માસિક પેન્શન થી જોડી દેવામાં આવ્યા છે જે 77785 થાય છે.જે કલેકટર આયુષ ઓકના નેતૃત્વમાં પ્રાંત અધિકારી , મામલતદાર અને ગ્રામ્ય સ્તરે તલાટી મંત્રીના પ્રયાસો ને સફળતા મળી છે જે સો ટકા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
સુરત જિલ્લાના મોર ગામના ગીતા પટેલએ જણાવ્યું હતું કે પતિના અવસાન બાદ અન્યોના ઘેર વાસણ કચરા પોતું અને જરૂર પડે ખેત મજૂરી પણ કરું છું .ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પેન્શન મંજુર કર્યું. જેના કારણે મારી દિકરીઓના શિક્ષણ અને ઘર ખર્ચમા મને સહારો મળ્યો છે.આમ સમગ્ર રીતે મારુ જીવન હવે સરળ બન્યું છે.

ઓલપાડના ગંગા સ્વરૂપા રેખા ચૌહાણ આયુષ્યમાન યોજના હેઠળ બે વાર બ્રેઈન સર્જરી કરાવી શક્યા છે અને વળી રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા યોજના હેઠળ રૂ.1250/ નું સન્માન પણ મેળવી રહ્યા છે આ પેન્શનથી તેમનું જીવન પણ સરળ બન્યું છે.તેઓએ આ અંગે ગુજરાત સરકાર પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત