સૂરત જિલ્લો ઘર ઘર નળ કનેકશન ધરાવતો જિલ્લો બન્યો : સો ટકા નળ કનેક્શનની સિદ્ધિ પ્રાપ્ત કરી

સ્થાનિક
Spread the love

સુરત, 18 ઓગષ્ટ : સૂરત જિલ્લો હવે પીવાના શુદ્ધ પાણી ની ઉપલબ્ધિ સાથે ઘર ઘર નળ કનેકશન ધરાવતો જિલ્લો બન્યો છે જીલ્લાના નવ તાલુકાના 720 ગામો માં ના 3.96 લાખકરતા વધુ રહેણાકના ઘરોના ઘર આંગણે 76માં સ્વાતંત્ર પર્વ દિનથી નળ કનેકશન ધરાવતો જિલ્લો બન્યો છે, જીલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે , સમગ્ર સૂરત જીલ્લા ના તમામ ગામો ના રહેણાક ના ઘરો માં સૌ ને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળવાનું ચાલુ થઈ ગયું છે, જેના કારણે વયોવૃદ્ધ લોકો અને ખાસ કરી ને મહિલા ઓ માટે ઘણી રાહત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન ધ્વારા ગત 15મી ઓગસ્ટ-2019ના 73માં સ્વતંત્ર દિન નિમિતે “જલ જીવન મિશન ”હેઠળ “નલ સે જલ” કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, અને આ કાર્યક્રમ હેઠળ દેશના તમામ નાગરિકોને આગામી પાંચ વર્ષમાં ઘરે-ધરે શુધ્ધ પાણી ઉપલબ્ધ કરવાનો મુખ્ય હેતુ છે. ગુજરાત સરકારે પણ રાજયમાં આ કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ કરવા આયોજન કરેલ છે અને આગામી ત્રણ વર્ષમાં 100% નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવાનો સંકલ્પ કરેલ છે. જલ જીવન મિશન “નલ સે જલ” યોજના અંતર્ગત ગુજરાત રાજયના સુરત જીલ્લામાં કુલ.3,96,363 ઘરોની સામે 3,46,128 ઘરોમાં નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ 50,235 ઘરોમાં નળ જોડાણની કામગીરી બાકી હતી, જે અન્વયે આજ રોજ 50,235 ઘરોમાં નળ જોડાણની પ્રર્કિયા પૂર્ણ કરવામાં આવેલ છે. આમ હવે સુરત જીલ્લાના 9 તાલુકાઓના 720 ગામોમાં તમામ ઘરોને ઘર આંગણે નળથી પૂરતા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. જે સુરતને સુખમય જીવન તરફ લઇ જનાર પગલુ છે અને આ પગલા થકી બેડા વડે પાણી ભરવા જવું આ કાર્યને સુરત જીલ્લાએ ભુતકાળ બનાવેલ છે. આમ સુરત જીલ્લાના તમામ ઘરો એટલે કે કુલ.3,96,363 ઘરોમાં નળ જોડાણની કામગીરી પૂર્ણ થતાં 76માં સ્વતંત્ર દિન નિમિતે સુરત જીલ્લો 100% નળ કનેકશની સુવિધા વાળો જીલ્લો બન્યાની સિધ્ધિ હાંસલ કરે છે.

આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં જીલ્લા ના વાસ્મો યુનિટ નાયુનિટ મેનેજર અંકિત ગરાસિયા, લવજી સોલંકી, જિલ્લા કોર્ડીનેટર પિયુષ ભુવા, કેતન ચૌધરી, મમતા પટેલ, ચૈતન્ય મોરે, તેમજ ઈજનેરો ધુવ મજમુદાર, જયેન્દ્ર ચૌધરી, સચિન કાકડે, અવની પટેલ સોશિયલ મોબાઈલાઇઝર મીતલ ચોડવડિયા , અધિક મદદનીશ ઈજનેર દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જહેમત ઉઠાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *