
સુરત : કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના યુવા વિકાસ મંડળ દ્વારા નવા યુવક મંડળની રચના માટે મહુવા તાલુકાના ડુંગરી, મિયાપુર કરચેલીયા, વાંસકુઈ, બામણિયા ગામોની મુલાકાત લેવામાં આવી હતી.
નવા મંડળની રચના માટે જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા તથા મહુવા તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક શિવમ વ્યાસ દ્વારા યુવા સંગઠન હેઠળ યુવાનોના વિકાસ માટે કરાયેલી વિવિધ કામગીરી વિષે ગામોના સરપંચો સાથે ચર્ચા કરવામાં આવી. જેમાં મિયાપુરના મુન્નીબેન, ડુંગરીના મનિષાબેન, વાંસકુઈના નીલમબેન, બામણીયાના સોનલબેન તથા સણવલ્લાના મુકેશભાઈ સાથે આગામી કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. નોંધનીય છે કે, નહેરૂ યુવા કેન્દ્ર યુવા વિકાસ મંડળની સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં યુવાઓના વિકાસ માટે કાર્યરત છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત