સુરત : આગામી 22 ઓગસ્ટે સમર્પિત આયોગના ચેરમેન તથા સભ્યો કલેકટર કચેરી ખાતે બેઠક કરશે

સ્થાનિક
Spread the love

સુરત, 18 ઓગષ્ટ : “સમર્પિત આયોગ” ગુજરાત રાજ્ય ગાંધીનગરના ચેરમેન, આયોગના સભ્યો જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ ની બેઠકો નક્કી કરવા માટે સૂરત જીલ્લા ની જનતાના પ્રતિનિધિઓને સાંભળશે.તે માટે આયોગ આગામી 22મી ઓગષ્ટના રોજ સૂરત ખાતે આવી રહ્યું છે. સૂરત જીલ્લાના જનતાના પ્રતિનિધિઓને સાંભળવા જીલ્લા સેવાસદન કલેકટર કચેરી સૂરત ખાતે 22મી ઓગષ્ટના રોજ બપોરે 3 કલાકેથી જિલ્લા સેવા સદનના બીજે માળે સ્થિત સભા ખંડ ખાતે આયોગ ચેરમેન, નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ તેમજ આયોગના ત્રણ સભ્યો અને સભ્ય સચિવ સાથે ઉપસ્થિત રહેશે અને જાહેર જનતાના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળશે.એ માટે સૂરત ગ્રામ્ય માટે 3 થી 3:30 કલાક અને 3:30 થી 4 કલાક નો સમય સૂરત મહા નગર પાલિકા ,નગરપાલિકાઓ માટે સમય ફાળવ્યો છે. તે સમય મુજબ હાજર રહેવાનું રહેશે.સમર્પિત આયોગ દ્વારા સરપંચ, નગર પાલિકા પ્રમુખ ,પંચાયત ના પદાધિકારીઓ, નોંધાયેલ સંસ્થાઓના પ્રમુખ તરફથી થનાર રજૂઆતોને તબક્કાવાર સાંભળવામાં આવશે.આ ઉપરાંત ગુજરાત રાજ્ય સર્મપિત આયોગ એ દિવસે દક્ષિણ ગુજરાતના ડાંગ ,વલસાડ, નવસારી, નર્મદા, તાપી , ભરૂચ , જિલ્લાના જનતા ના પ્રતિનિધિઓ ને પણ સાંભળવા નો સમય ફાળવ્યો છે અને જીલ્લા વાર જાહેર જનતાના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *