
સુરત, 18 ઓગષ્ટ : સુરત જિલ્લાના માંડવી તાલુકાના મામલતદારએ ભારે વરસાદના કારણે સાવચેતીના પગલાના ભાગરૂપે જણાવ્યું છે કે, લાખી ડેમની સપાટી બપોરે 1 વાગે 73.50 મીટર પહોચી છે, જેથી લાખીગામના ડેમ 100 ટકા પૂર્ણ સપાટીએ ભરાઈ ચુકયો છે. જેથી આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ડેમમાં પાણીના આવરાને આધારે ઓવરફલોમાં વધારો-ઘટાડો કરવાની શકયતા રહેલી છે. હવે પછી સમગ્ર ચોમાસા દરમિયાન લાખીડેમ ઓવરફલો થતો રહેશે. જેથી હેઠવાસમાં નદીકિનારે આવેલા પૂરથી અસરગ્રસ્ત કલમકુવા, બેડધા, ભાતખાઈ અને સરકુઈ તથા અન્ય ગામોના ગ્રામજનોએ નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર પણ નદી-પટમાં ન લઈ જવા માટેની ચેતવણી આપવામાં આવી છે. તલાટીમંત્રીઓ, સરપંચોને જરૂરી સાવચેતીના પગલાઓ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત