સુરત: અમરોલીના સૃષ્ટિ વિસ્તારમાં શ્રી મેલડી માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

સ્થાનિક
Spread the love

સુરત, 19 ઓગષ્ટ : ભારત એ ઉત્સવ પ્રિય દેશ છે.યોગ્ય સમયાંતરે ભગવાન પણ આ દિવ્યભૂમિ ઉપર અવતાર લેતા હોય છે.આ દેશ વિવિધતાઓથી ભરેલી છે ઉત્સવ પ્રિય લોકો અનેક ઉત્સવો દ્વારા ભારતીય સભ્યતા સંસ્કૃતિનો વ્યાપ વધારે છે એટલે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વ સ્તર ઉપર ગુંજી ઊઠે છે.આવા જ સંસ્કૃતિ સભર ઉત્સવોનો ઉમેરો થતો હોય તેમ સુરત જિલ્લાના અમરોલીના સૃષ્ટિ વિભાગ પાસે આવેલ શ્રી મેલડી માતાજીનો પાટોત્સવ ઉત્સવ ધામધૂમ પૂર્વકઉજવવામાં આવ્યો હતો.

‘ માનો દરબાર હરખનું તેડું’ ના કાર્યક્રમમાં માતાજીનો હવન, શોભાયાત્રાસહિતના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા સાથે ડાંગી નૃત્ય તથા કલાકારોના મુખે ગીતોની રમઝટ સહિત માતાજીનો રથ આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવિક ભક્તજનોએ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો.

પાટોત્સવ નિમિત્તે આયોજિત વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને કાર્યક્રમના સંચાલક મહેશ જોશી,ચિરાગ ચૌધરી તથા સેવાભાવી મંડળના તમામ સભ્યોની ભારે જહેમતના કારણે તમામ પ્રસંગો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *